________________
લેખ સંગ્રહ
[ ૪૭ ] તે પામીને જે કોઈ પ્રમાદ રહિત રત્નત્રયનું આરાધન કરી લે છે તે ખરેખર શાશ્વત સુખ પામી શકે છે.
૧૦ જે બુદ્ધિબળ પામીને તસ્વાતત્ત્વ, હિતાહિત, કૃત્યાકૃત્ય, ભક્ષ્યાભઢ્ય, પયારેય, ગમ્યાગઓ અને ગુણદેષને વિવેક કરવામાં આવે છે અને હંસની પેઠે અસાર વસ્તુની ઉપેક્ષા કરી સારતત્વ ગ્રહણ કરી લેવામાં આવે છે તે બુદ્ધિબળ ખરેખર પ્રશંસવા ગ્ય છે. તત્ત્વના વિચારવડે જ બુદ્ધિની સાર્થકતા છે.
૧૧ તત્ત્વ નિશ્ચય કરી, આદરવા ગ્ય માર્ગની ચોકકસ સમજ મેળવી, ગમે તેટલા સ્વાર્થના ભેગે નિશ્ચિત માર્ગને આદરવા દઢ પ્રતિજ્ઞા કરવી અને તેને મક્કમ રીતે પાળવી એ જ માનવદેહની સાર્થકતા છે.
૧૨ પૂર્વ પુન્યવેગે દ્રવ્યસંપત્તિ પામી, સપાત્રમાં–સક્ષેત્રમાં તેનો ઉપયોગ કરવો એ જ લક્ષ્મી પાયાની સાર્થકતા છે. વિવેકથી નિષ્કામ(નિ:સ્વાર્થ )પણે સત્પાત્રમાં દાન દેવાવડે અનંતગણું ફળ મળે છે.
૧૩ સહુ કેઈને પ્રિય અને પથ્ય (હિત) રૂપ થાય એવું સત્ય વચન બોલવું એ વચનબળ પામ્યાનું ઉત્તમ ફળ છે. જે વચનવડે હિત થાય એવું પ્રિય અને સત્ય જ વચન બોલવું, અન્યથા મન ધારવું જ ઉચિત છે. વચન વદવામાં કટુતાદિ દેષ સેવવા ન જ જોઈએ.
૧૪ બુદ્ધિ પામીને સર્વિદ્યાને અભ્યાસ કરાય તો તેની સાર્થકતા છે.