SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૨૫૯ ] ખુશ કરવાને તમે બંધાયેલા નથી. જો તમારો આત્મા સંતુષ્ટ થશે તો જનસમાજ પ્રસન્ન થવો જ જોઈએ એ સિદ્ધાન્ત છે. ૧૬ કામ કરતી વખતે તમારું તેમાં પૂર્ણ ધ્યાન હોવું જોઈએ, અને તેને જરૂર વિનાની બાબતોથી હરકત ન પહોંચવી જોઈએ. ૧૭ જ્યારે કામ પૂરું થાય ત્યારે મનુષ્ય જ્યાં આત્મા વાસ કરે છે ત્યાં જ્ઞાનપ્રદેશમાં જઈને વિશ્રાન્તિ લેવી જોઈએ. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૩૬૩ ] (૫) આત્મિક ઉન્નતિનો સરલ માર્ગ. ૧ કોઈ પણ સત્કાર્ય કરતાં તેના ફળ માટે-પરિણામ માટે અધીરા થશે નહિ. ફળ-પરિણામ મળતાં વખત–વિલંબ લાગશે, પરંતુ અસર આબાદ થશે. ઉતાવળે આંબા પાકતા નથી. ૨ વિચારોને પવિત્ર-ઉચ્ચગામી કરો, સત્ય માર્ગે દોરો. ૩ શાન્તિ કેમ રાખવી તે શિખ અને વિચાર પવિત્ર રાખે, તો કેઈની તાકાત નથી કે તમારી વિરુદ્ધ જાય. મન સ્થિર રાખશો તો સર્વ ઈચ્છાઓને જીતી શકશે. સ્વપર ઈચ્છાઓનો ગેરુપયોગ ન કરશે. ૪ ઈચ્છા ઘડાઓ જેવી છે. જે તેની પૂછડી પકડે છે તે તેની સાથે ઘસડાય છે ને ખાડામાં પડે છે. ૫ ઈચ્છારૂપી ઘેડાની પૂંછડી પકડશે નહિં, પણ તેના ઉપર સ્વારી કરજે. તેથી તે ઊલટે સહાયક થશે.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy