________________
લેખ સંગ્રહ
[ ૨૪૭ ]
બહેનાને સહેજે આપી તેમને ખરા માર્ગનું ભાન કરાવી ઠેકાણે લાવી શકે. એમ કરવું એ પેાતાની ફરજ માનવાની પ્રથમ જરૂર છે. જે જાતે સાચા માર્ગ સમજી સાચે માગે ચાલે તેના કથનની અસર અન્ય ઉપર સહેજે થઈ શકે છે. વખતે વગરઓલ્યા પણ સારા વર્તનની રુડી અસર થવા પામે છે, તેથી દરેકે દરેક શાણા સુગુણ ભાઇબહેને એ પેાતાની જાતને સૌથી પહેલાં જ સારા ને સાચા માર્ગમાં જોડવાનું ઇચ્છી શાન્તિથી બનતુ કરવું. ગુણદોષને સમજી શકનાર ભાઇબહેનાને ખરા દાખલા-દલીલેા સાથે ખરી હકીકત શાન્તિપૂર્વક સમજાવવાથી પેાતાની મહેનત સહેજે લેખે લાગે છે, તેમને લાભ થાય છે, એટલુંજ નહીં પણ તેથી અનેક જનાને લાભ થઇ શકે છે. આ એક બાબત જ નહીં પણ તેવી અનેક ખાખતામાં અનેક પ્રસંગે જો જ્ઞાનીના સદુપદેશની દરકાર કરવામાં આવે તે અનેક ક્ષુદ્ર જીવની સહેજે રક્ષા થવા ઉપરાંત આપણું આરેાગ્ય સચવાય અને “ દેવું તેવું લેવુ... ” એ ન્યાયે આપણે જન્મમરણના મહાભયથી મુક્ત થઇએ. અન્યને અભય આપવાથી આપણે અભય મેળવવા પામીએ. ઇતિશમૂ.
[ જૈ. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૨૨૮. ]
茶