SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [૧૫૫] કેળવણી પાછળ તેટલે ખર્ચ કરી આપણાં સંતાનોને સાચા હીરા જેવા બનાવવા જોઈએ. ૧૧ સ્વધર્મી ભાઈ–બહેનેનું જીવન સુધારવા દરેક પ્રયત્ન કરે જોઈએ અને તેને જરૂરને દરેક આશ્રય આપ જોઈએ. [જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૬૬.] સમ્યગદષ્ટિ યા સમકિતવંતના ખાસ લક્ષણ ૧ સર્વત્ર ઉચિત કરણ (આચરણ)-જ્યાં જેવા સંયેગમાં જેમ કરવું ઘટે ત્યાં તેવું ઘટતું આચરણ. અઘટિતઅગ્ય-અનુચિત આચરણથી કાપવાદ થવા પામે છે તેથી સમ્યકત્વરૂપ રત્નદીપક જેના હૃદયમાં પ્રગટ્યો હોય તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઉચિત જ આચરણ સેવે, જેથી સર્વત્ર અનુદન થવા ઉપરાંત એ ઉચિત માર્ગનું અનુકરણ કરી અન્યજનો પણ સ્વદષ્ટિ નિર્મળ કરે અને એ રીતે એકંદર સમ્યફધર્મની પ્રાપ્તિ, રક્ષા અને શુદ્ધિ થવા પામે. ૨ સગુણાનુરાગ–શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રભુનાં વચન અનુસારે ગમે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં ગમે તે સગુણ હોય અથવા તો સુકૃત હોય તે સર્વનું અનુમોદન કરવામાં આવે-તે જાણુને કે જોઈને પ્રમુદિત (રાજીરાજી) થવામાં આવે. ૩ જિનવચન રતિ-રાગદ્વેષ અને મહાદિક દેષમાત્રથી સર્વથા વર્જિત એવા વીતરાગ સર્વજ્ઞ પ્રભુના આગમ-સિદ્ધાન્ત
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy