________________
[ ૪૦ ]
શ્રી કપૂરવિજયજી મોસાળના નામથી ઓળખાય છે અને અધમાધમ પુરુષ સાસરાના નામથી ઓળખાય છે.
૨ સદ્ગણે પ્રાપ્ત કરી લેવા સુજ્ઞ જનેએ અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ, કેમ કે સગુણના મેળે જ સઘળું સુખ પ્રાપ્ત થાય છે. સદ્દગુણવડે જ ચંદ્ર શિવના અલંધ્ય ઉત્તમાંગ (મસ્તક) ઉપર નિવાસ કર્યો છે. સદ્દગુણ સર્વત્ર માર્ગ કરી સ્થાન મેળવી શકે છે, અને પ્રશંસા પામે છે.
૩ મૃગલાનું માંસ, હાથીનાં દાંત, વાઘનું ચર્મ, વૃક્ષનાં ફળ, સ્ત્રીનું સુંદર રૂપ અને મનુષ્યની લક્ષ્મી એટલા વાનાં તેઓને ઊલટા હાનિકારક થઈ પડે છે. એ ગુણે પણ તેને નુકશાનકારી થાય છે.
૪ નિર્ધને દીધેલું દાન, અધિકારીની ક્ષમા, યુવાનનું તપ, જ્ઞાનીનું મૌન, સુખી જનેની ઇચ્છા–નિવૃત્તિ અને સર્વ પ્રાણી ઉપર દયા એ સદ્દગુણે, જીવને સદ્ગતિમાં લઈ જાય છે.
૫ શઠતાવડે ધર્મ, કપટવડે મિત્રતા, પરોપતાપવડે સમૃદ્ધિ ભાવ, સુખવડે વિદ્યા અને બળાત્કારવડે નારીને જે વાછે છે તે પ્રગટપણે મૂર્ખ–અજ્ઞાન છે. - ૬ યતિ, વ્રતી, પતિવ્રતા ( સ્ત્રી ), શૂર, વીર, દયાવંત, ત્યાગી, ભેગી અને બહુશ્રત ( પંડિત ) જને સત્સંગ માત્રથી પાપને બાળી નાંખે છે.
૭ અથી ચાચકને જે ન દેવાય તે ધન શા કામનું? શત્રુએને નિગ્રહ ન કરાય તે બળ શા કામનું? ધર્માગાર ન