________________
[ ૧૭૪ ]
શ્રી કપૂરવિજયજી નીતિના રુડા નિયમો બરાબર સમજી જેમણે વર્તનમાં ઉતાર્યા હોય તેવાં માતાપિતાદિક વડીલો તરફથી જ બાળક ઉપર બચપણથી નીતિના રુડા સંસ્કાર પડવાની સારી આશા રાખી શકાય, અન્યથા તેવી આશા રાખવી ફેગટ જ છે. શ્રદ્ધા, ભક્તિ, ક્ષમા, મૃદુતા, કોમળતા, સરલતા, સંતોષ, ચિત્તપ્રસજતા અને ગાંભીર્યાદિક દિવ્ય ગુણે વડે જેમણે પિતનાં હૃદયને પવિત્ર કર્યું હોય એવા માતપિતાદિક વડીલજનો તરફથી જ પિતાના વહાલાં બાળકને તે ઉત્તમ વાર મળવાની આશા રાખી શકાય, તે સિવાય તેવી આશા રાખવી નકામી જાણવી. બાળકોને બચપણમાં કેળવણીના જેવા સંસ્કાર પડે છે તેવા ભાગ્યેજ પાછળથી પડી શકે છે. શાણ અને ખંતીલે માળી
ગ્ય કેળવણીથી બાગ-બગીચાને સંભાળી ઉછેરે છે તો તેમાંથી જેમ મનમાન્યાં મીઠાં –મધુરા અને સુગંધી ફળફળાદિક નીપજાવી શકે છે તેમ શાણા અને સુઘડ હશીલા માતપિતાદિક ધારે તે પિતાના સંતાનોને સદ્ગણશાળી બનાવી શકે અને સ્વપર અનેક ભવ્યાત્માઓને એ રીતે કલ્યાણ સાધવામાં મદદગાર બની શકે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૫, પૃ. ૧૭૭
એક સુજ્ઞના અંતાકરણના ઉદ્દગારો. ૧ સર્વ જીવો સુખી થાઓ. ૨ સર્વે જીવો આનંદમાં રહો. ૩ પરસ્પરની ઇર્ષા ન કરે. ૪ અદેખાઈ ન કરો.