________________
લેખ સંગ્રહ
[ ૨૯૫ ] પડી જાય છે તેમ ચિત્તની સમાધિ મટાડી અસમાધિ પેદા કરનારી કામ-કથા કરતાં જ કામ જાગે છે, તે માટે તેવી કામ-કથા કરવી ઉચિત નથી. લિંબુને દેખી દૂરથી જ ખટાશવડે ડાઢ ગળે છે અને મેઘનો ગરવ સાંભળીને જેમ હડકવા ઊછળે છે, તેમ સ્ત્રી પ્રમુખનાં વચન સાંભળતાં બ્રહ્મચારીનાં ચિત્ત બગડે છે. તે માટે તેવી કથા કરવાનો જ્ઞાનીએ નિષેધ કરેલ છે.
વાડ ત્રીજી) (૩) બ્રહ્મચારી પુરુષે જે શયન, આસન, પાટ, પાટલા ઉપર સ્ત્રી બેઠી હોય તે ઉપર બે ઘડી લગી અને પુરુષસેવિત શયન-આસનાદિક ઉપર બ્રહ્મવ્રતધારી સ્ત્રીએ ત્રણ પહેર લગી બેસવું નહિ.
હેતુ– જેમ કોહળા સંબંધી ગંધસંગથી કણક (ઘઊંના લોટની વાક) વિણશી જાય છે, તેમ અબળાદિકનું આસન આપમતિથી સેવતાં બ્રહ્મવ્રતધારી પુરુષાદિક પિતાનું શીલવ્રત ગુમાવી બેસે છે. એથી જ જ્ઞાની પુરુષોએ આ ત્રીજી વાડ પાળવા ફરમાવેલ છે.
વાડ ચોથી (૪) બ્રહ્મવ્રતધારી જનોએ સરાગ દૃષ્ટિથી સ્ત્રી આદિકનાં અંગે પાંગાદિ નીરખીને જેવાં નહિ. કદાચ તેના ઉપર દષ્ટિપાત થયે હોય તે તત્કાળ દષ્ટિને ત્યાંથી પાછી ખેંચી લેવી; પણ ત્યાં છેડે વખત કે વધારે વખત દષ્ટિ ચોટાડી રાખવી નહિ.