________________
લેખ સંગ્રહ
| [ ૭૯ ] ૧૬ સહુ કોઈ સુખની જ ચાહના રાખે છે એમ સમજી સહુ કોઈ સુખી થાય તેમ જ સદા ઈચ્છવું અને બનતી તજવીજથી તેમ કરવું.
૧૭ પરસ્ત્રીને આપણું પોતાની માતા, બહેન યા પુત્રી તુલ્ય જ લેખવવી યુક્ત છે.
૧૮ પારકાં દ્રવ્ય(ધન)ને ઘળનાં ઢેફાં સમાન લેખવવું યુક્ત છે.
૧૯ સહુ કોઈ જીવો જીવિત ઈચ્છે છે-વાંછે છે, તેમને આપણુ આત્મા તુલ્ય લેખવવા યુક્ત છે.
૨૦ પ્રથમ ખાધેલી વસ્તુનું પાચન થયા પહેલાં ખાવું તે વિષ તુલ્ય છે.
૨૧ તપસ્યા (તપ-જપ) કરતાં ક્રોધ કરે તે વિષ તુલ્ય છે. ૨૨ જ્ઞાન (વિદ્યા) મેળવીને તેને મદ કરવો તે વિષ તુલ્ય છે. ૨૩ ગમે તેવી ધમકરણ કરતાં કપટ કેળવવું તે વિષ તુલ્ય છે. ૨૪ હદ-મર્યાદા મૂકીને લજજાનો લેપ કરે તે પણ વિષ
તુલ્ય છે.
૨૫ ન્યાયનીતિ અને પ્રમાણિકપણાથી પિતપોતાના અધિકાર મુજબ વ્યવસાયવડે આજીવિકા ચલાવવી એ સત્યધર્મગવેષકનું મુખ્ય લક્ષણ છે. ન્યાયપાર્જિત દ્રવ્યથી જ સુબુદ્ધિ સાંપડે છે.
૨૬ ક્ષમા-સમતા રાખવી એ ક્રોધને જીતવાને અમેઘ ઉપાય છે.