SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૧૦૭ ] કરવા સહુ પ્રાણીવર્ગ ઉપર સમાનતાવાળી બુદ્ધિથી મૈત્રીભાવ ધારે એ દરેક અમીર, અધિકારી કે ક્ષત્રિય બચ્ચાઓની પણ ફરજ નથી શું? હિંદની યા હિંદવાસીઓની અવદશાનું કારણ શોધવા કોને ગરજ છે ? અને તેની આબાદી પુનઃ સંપાદન કરવાના ખરા કારણે ગષવાની કોને જરૂર છે? જે દેશમાં અહિંસા યા દયાદેવીની સંપૂર્ણ દક્ષતાથી સેવાભક્તિ સચવાય તે દેશમાં કોઈ પ્રકારનું સુખ દૂર હોઈ શકે ? અને દુઃખ ટકી શકે ? નહિ જ. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૩ સુબેધ–પ્રશ્નોત્તરે. ૧ પ્ર. પ્રથમ પ્રાણીને આદરવા ગ્ય શું ? ઉ૦ સુગુરુની આજ્ઞા-વચન. ૨ પ્ર પ્રાણીને પરિહરવા યોગ્ય શું ? ઉ૦ હિંસા, અસત્યાદિક અકાય. ૩ પ્રહ ગુરુ કેવા (ગુણવાળા) હોવા જોઈએ ? ઉ૦ તત્ત્વજ્ઞ, તત્ત્વદશી, સ્વપર-હિતચિંતક, સાધક, જ પ્રવિદ્વાને શીધ્ર શું કરવું જોઈએ? ઉ૦ ભવભ્રમણ નિવારણ. ૫ પ્ર. મેક્ષવૃક્ષનું ખરું બીજ કર્યું? ઉ૦ સમ્યજ્ઞાન, ક્રિયા સહિત. ૬ પ્રક પરભવ જતા સાથે લેવાનું ભાતુ શું ? ઉ૦ દાન, શીલ, તપ અને ભાવના.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy