________________
[ ૧૬ ]
શ્રી કરવિજયજી ૧૦ કામ કરવાની તાકાત છતાં નિર્ધને ગરીબ જાણીને તેમને કંઈક સદુદ્યમ કર્યા વગર બેઠા બેઠા નકામા પોષવાથી તેઓ વધારે દુઃખી થવા પામે છે, તેથી તેમને કે તેમનાં બાળકોને યેગ્ય ઉદ્યોગમાં જેડી પરિણામે તેઓ જાતે જ પોતાને સુખે નિર્વાહ ચલાવી શકે તેવા કરવા માટે સ્વદ્રવ્ય પ્રમુખને વિવેકથી વ્યય કરો ડહાપણભર્યો છે. અનેક વાર મિષ્ટાન્ન જમાડવા કરતાં તે રુડું છે.
૧૧ નાતજમણ પ્રમુખમાં અઢળક દ્રવ્ય કેવળ યશ-કીર્તિ માટે જ ખચી નાખવા કરતાં નાતજાતમાં રહેલા કલેશ, કુસ્પ અને કુરિવાજો (કુધારા) દૂર થાય તથા સુલેહ, શાન્તિ અને સુધારા મજબૂતીથી દાખલ થાય તેવા ઉચ્ચ ઉદાર આશયથી ખરા દિલસેજ સદગૃહસ્થની સંમતિ મેળવી તે સિદ્ધ થાય તેવા સફળ પ્રયત્ન કરવા પાછળ બને તેટલું દ્રવ્ય વિવેકથી ખર્ચવામાં જ તેની ખરી શેભાને સફળતા છે.
૧૨ વ્યવહારિક, નૈતિક અને ધાર્મિક કેળવણું દેશ, કાળ અનુસાર આપણી પ્રજામાં ઉદારતાથી દાખલ કરી તેને ખીલવવા પાછળ અઢળક દ્રવ્ય ખર્ચાય તે અવનતિનાં અનેક કારણે આપોઆપ દૂર થાય અને સહુ સમુદાયમાં ઉદાત્ત ભાવના પ્રગટ થતાં આપણું ઉન્નતિ ઘણી ઉતાવળે થાય, તેમજ લક્ષ્મીની પણ સાર્થકતા થાય.
૧૩ પ્રજાની ઊંચી કેળવણું પાછળ પુષ્કળ દ્રવ્ય ખર્ચવાની જરૂર છે, તેથી બીજી અનેક દિશાઓમાં સ્વેચ્છા મુજબ ખર્ચ કરતાં પહેલાં આપણી પ્રજાને જ્ઞાનદાન વધારે અનુકૂળતાથી મળે તેવી સુંદર સગવડ કરવા પાછળ ઉદાર શ્રીમતેઓ જરૂર