________________
[ ૩૧૦ ]
શ્રી કરવિજયજી ઉન્નત સ્થિતિમાં આણુવા ઘટતા ઉપાયે જલદી લેવા જોઈએ. આપણામાં જે કંઈ માઠાં રીતરિવાજે ધસી ગયા હોય તે બધાને દૂર કરવા, અને ઉત્તમ રીતરિવાજોને દાખલ કરવા આગેવાન લોકોએ એકસંપથી ભગીરથ પ્રયત્ન લેવો જોઈએ. મતલબ કે જીવદયાના હિમાયતી દરેકે પોતપોતાથી બનતા આત્મભોગ આપી (સ્વાર્થ ત્યાગ કરી) દુ:ખી જીવોનાં દુઃખ નિવારવા માટે એવાં વિવેકસર પગલાં ભરવાં જોઈએ કે જેથી
સ્વપરનું શ્રેય સિદ્ધ થઈ શકે. બાકી તો આ ચરાચર જગતમાં કેણ જન્મતું કે મરતું નથી, પરંતુ જીવિત તો તેમનું જ લેખે ગણવું ઉચિત છે કે જેમનું હૃદય સામાનું દુઃખ જોઈ દ્રવી જાય છે અને સ્વબુદ્ધિ-શક્તિ અનુસારે ઉચિત રીતે તે દુઃખનું નિવારણ કરે છે. તે
અત્રે પ્રસગે બીજા શુદ્ર જંતુઓની પણ બનતી કાળજીથી રક્ષા કરવાનું સ્મરણ કરાવવું ઉચિત લાગે છે. જાતે દયાળુપણાનો દાવો કરનારા ઘણા ભાઈબહેનોનાં મકાનોમાં સાફસુફ રાખવા–રખાવવા માટે ખજૂરીની કે એવી જ કઈ તીણ શસ્ત્ર જેવી સાવરણી વાપરવામાં આવે છે. એ કોઈ રીતે પસંદ કરવા જેવું નથી. એનાથી બાપડા અવાચક મુદ્ર જતુઓનો ઘણો સંહાર થઈ જાય છે, જે બનતી તજવીજથી સારી સુંવાળી સાવરણ વિગેરેનાં સાધનથી આપણે ધારીએ તો અટકી શકે એમ છે. એવી સુંવાળી સાવરણી પણ કેટલાક દેશમાંથી આ૫ ખર્ચે મેળવી શકાય છે, તો પછી શા માટે તેની ઉપેક્ષા કરી જીવવાની ઊંડી આશા રાખી રહેનારા ક્ષુદ્ર જંતુઓનો નાહક સંહાર થવા દેવે જોઈએ? જીવવાની લાગણી