________________
[ ૧૪૮ ]
શ્રી કપૂરવિજયજી
લાભે। થાય. આટલું મને અનુભવગમ્ય હાવાથી દરેક પાઠશાળાને લાભ થશે એમ વિચારી લખવું ઉચિત ધાયું છે. ઇતિશમ્ [ જૈ. . પ્ર. પુ. ૩૪, પૃ. ૨૩૪.]
સૂક્ત વચનસાર,
૧ ક્રોડા જન્મ પર્યન્ત તીવ્ર તપ તપતાં છતાં જે કર્મના ક્ષય થઈ શક્તા નથી તે કર્મોના ક્ષય સમતાયેાગે એક લહેજામાત્રમાં થઇ જાય છે.
૨ જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમકિત યુક્ત સાધુ શમ-શાન્તિ-ક્ષમાપ્રધાન હાય તા જ ખરું સુખ મેળવી શકે છે.
૩ શક્તિરૂપે સર્વે જીવ સિદ્ધ સમાન છે, તેવા સાક્ષાત્ અનુભવ કરવા જ હાય એટલે પ્રગટપણે સ્વરૂપ-સ્થિતિ પ્રાપ્ત કરવી જ હાય તા ભેદભાવ તજી સર્વને અભેદભાવ જોવા પ્રયત્ન કરવા. 'હું અને મારાપણાનું ” મિથ્યાભિમાન મૂકી દઈ શુદ્ધ જ્ઞાનરૂપ નિજપદમાં જ લીન થવુ.
66
૪ સદ્ગુણૢાનું સેવન કરવાથી દોષ માત્ર દૂર પલાયન કરી જાય છે. દોષ માત્ર દૂર થવાથી આત્મા સદ્ગુણમય જ બને છે.
૫ સર્વત્ર સદ્ગુણે જ પૂજાય છે; તેથી તેને જ આદર કરવા.
૬ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા શ્રી જિનેશ્વર દેવની પવિત્ર આજ્ઞાને પ્રાણ સમાન લેખી તેનું પાલન કરવા સાવધાન રહે. નાર ઉત્તમ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ શ્રી સંઘ ગુણરત્નના ભંડાર હાવાથી પૃથ્વી ઉપર પરમ આધારરૂપ છે.