________________
[ ૧૯૮]
શ્રી કપૂરવિજયજી શાન્તિ ઉપજે તેમ અનુકૂળપણે ચાલવું. પ્રતિકૂળપણે ચાલી અન્યને પીડા ઉપજાવવી નહિં.
૪ સહુને હિતરૂપ થાય તેવું પ્રિય અને સત્ય વચન ડહાપણથી કહેવું.
૫ અગ્યારમાં પ્રાણ જેવા પ્રિય પરાયા દ્રવ્યને અનીતિથી લેવું નહિ.
૬ મન, વચન, કાયાથી પવિત્રપણે સદા ય વશીલ-બ્રહ્મચર્યની રક્ષા કરવી.
૭ અતિ લેભ-મમતાવશ થઈ જરૂર વગરની ઘણું વસ્તુ એને સંગ્રહ કરી અનેક જીવોને અંતરાયરૂપ થવું નહિ. સંતોષવૃત્તિ રાખવી. ( ૮ મહાપુરુષોએ બતાવેલા સરલ માગે પ્રમાદ રહિત પ્રયાણ કરવા સતત લક્ષ રાખવું.
ઇતિશમ.. [ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૨૭૧. ]
થડાએક બેધદાયક પ્રશ્નોત્તરે. પ્ર-તીર્થ એટલે શું? ઉ –જે આપણને તારે અથવા જે વડે તરી પાર પામી શકાય તે. પ્ર-તે તીર્થના ભેદ કહો. ઉ૦-દ્રવ્ય અને ભાવ, લોકિક અને લેકેત્તર, સ્થાવર અને જંગમ. પ્ર-તે તે તીર્થના ભેદનો સામાન્ય અર્થ કહો. ઉ૦-ઉપગ રહિત તે દ્રવ્ય, અને ઉપગ સહિત તે ભાવ