________________
લેખ સંગ્રહ
[ ૨૪૯ ] અપેય જાણ અવશ્ય તજવું જોઈએ. બુદ્ધિશાળી ને ઘમરાગી ભાઈબહેનેએ ઘેર અવેડે કરે ન જ ઘટે. એના પરિણામ બહુ ખરાબ છે.
૫ એક તરફ મિષ્ટાન્ન ખાઈએ, ખવરાવીએ અને બીજી તરફ ભૂંડું ગોબરું પાણી પીવું ને પાવું એ કેવળ અનુચિત જાણી જેમ બને તેમ જલદી તજવું ઘટે છે. એ ઉપરાંત શિષ્ટાચાર સાચવવાની ખાતર પણ ખાનપાનાદિકમાં પવિત્રતા સાચવવી જ જોઈએ.
૬ ખાનપાનાદિકમાં બરાઈ કરવાની કુટેવ રાખવાથી આપણે સારા ચોખાઈ પાળનારા માણસોમાં શરમાવું-ભેઠા પડવું પડે છે અને આપણી ભૂલ કબૂલ કરવી પડે છે. તેને કશે ખરો બચાવ કરી શકાય એવો રસ્તો સૂઝતું જ નથી. તેમ છતાં કેવળ આળસ–પ્રમાદને લીધે એવી કુટેવ તજતાં વિલંબ થાય છે અને વખતે તેનાં માઠાં પરિણામ ભેગવવાં પડે છે. કઈક વખત સ્વપરને ચેપી રોગ લાગુ પડે છે, અને મરણાંત કષ્ટ સહેવું પડે છે. આપણા પૂજ્ય વડીલોનું આતિથ્ય પણ એવી ગેબરી વસ્તુથી જ કરવું પડે છે અને તેમાં ઉપજતા અસંખ્ય જીવોની નકામી હિંસા થાય છે. આવા પાપાચરણથી બચવા ઈચ્છનાર કઈ પણ ભાઈબહેનને સ્વપરહિતાર્થે નીચે જણાવેલી કોઈ પણ હિત–સૂચના કારગત થઈ શકશે.
૧ પીવાનું પાણી શુદ્ધ-ચેખું સાચવી રાખવાની સહુથી વધારે જરૂર હોઈ તેની શરૂઆત કરતાં પહેલાં ગેબરું પાણી