________________
લેખ સંગ્રહ
[ ૧૫૩ ] એવા નીચ આશયથી જ કમઅક્કલના નાદાના દંભ ( માયાજાળ ) રચે છે, અને તેમાં અનેક મુગ્ધ જનાને ફસાવી સ્વપરની પાયમાલી કરે છે. શાસ્ત્રકારે ઠીક જ કહ્યું છે કે કેશલેાચ, ભૂમિશયનાદિક કઠણ કરણી કરવી સુલભ છે, પણ દંભ-છળકપટભરી માયાવૃત્તિ તજવી મુશ્કેલ છે. આવા ઘાર અત્યાચાર જ્યાં વ્યાપી રહ્યો હાય અને દાંભિક વૃત્તિથી પેાતાના છતા દાષાને છુપાવવા અને અછતા ગુણ્ણાને જાહેરમાં લાવવા ( જગજાહેર કરવા ) તનતાડ પ્રયત્ન થતા હાય તેવા દાંભિક લેાકેા પાસેથી ખરા ધર્મલાભની આશા શી રીતે રાખી શકાય ? ન જ રાખી શકાય. અન્યત્ર કહેવામાં આવ્યું છે કે—“ યારે જ્યારે ધર્મની પ્રખળ ક્ષતિ-હાનિ થવા પામે છે, ત્યારે ત્યારે કાઈ સમર્થ પુરુષરત્નના જન્મ-અવતાર આ જગત્ ઉપર થાય છે અને તે સમર્થ વ્યક્તિ સ્વશક્તિથી તેના પ્રતિકાર કરે છે.” આવા હડહડતા કલિકાળમાં એવા યુગપ્રધાનના અવતારની ઘણી જ જરૂર છે તેવા યુગપ્રધાન જગતિતળ ઉપર અવતરી દાંભિક જનેાના રાક્ષસી પંજામાંથી ભલા-ભદ્રક જીવાને બચાવ ગમે તે ઉપાયથી કરી શકે. એવા યુગપ્રધાન આ પૃથ્વી ઉપર અવતરી, આપણી આધુનિક સ્થિતિ જોઇ તેમાંથી આપણા ઉદ્ધાર કરવા જે કાઈ ઉપાય લેવા યેાગ્ય ધારે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી અને તેવી શુભ કલ્પના કરી આપણે અત્યારથી જ તેવા લાભદાયક ઉપાયા યેાજી તેને આદર કરવા જોઇએ.
૧ શુદ્ધ દેવ ગુરુ ધર્મને યથાર્થ ઓળખી એકનિષ્ઠાથી કોઇ પણ પ્રકારની લાલચ રાખ્યા વગર તેમને સેવવા જોઇએ.