________________
સદ્ગુણાનુરાગી સન્મિત્ર મુનિમહારાજ શ્રી કપૂરવિજયજી લેખ સંગ્રહ
ક્ષમાપના અથવા ખામણાં
“ ખસીએ ને ખમાવીએ સાહેલડી રે, એ જિનશાસન રીત તા.’
,,
એ અગર્ભિત ઉપદેશ સશાસ્ત્રશિરામણભૂત શ્રી કલ્પસૂત્ર પ્રમુખમાં સર્વ તીર્થંકરાએ તેમ જ ગણુધર મહારાજાએ કરેલા છે.
ક્ષમાગુણપ્રધાન–ક્ષાશ્રમણા જગતને ઉપદેશ આપે છે કેઆ યથાર્થ ક્ષમા (Tolerance) ગુણનુ સેવન કરે છે, તેઓ જ દયાધમ (Non-injury )નુ ખરી રીતે પાલન કરે ઇં-કરી શકે છે. દયાધર્મ સર્વોપરી ધર્મ છે અને તેનુ યથાથ સેવન- આરાધન કરવા માટે ક્ષમા ગુણ આદરવાની અતિ આવશ્યકતા જણાવી છે. ક્ષમા ગુણ નમ્રતા રાખવાથી આવે છે, તેથી નમ્રતા અથવા વિનય ગુણ ધારણ કરવાની પણ બહુ જ જરૂર છે. ખરી સરળતાનું સેવન કરનારા જ યથાર્થ નમ્રતા આદરે છે. તે વગરની નમ્રતા ઉપલા દેખાવ રૂપ જ હેાય છે. મુખ્યતાથી