________________
[૨૩૪]
શ્રી કરવિજયજી બને તેમ તાકીદથી તેની કાળજી રાખી, બહુધા એકમતિથી સુનિશ્ચયપૂર્વક સંયુકત બળ અજમાવવું જોઈએ. “સે શાણે એક મત” એ ન્યાયે પવિત્ર શાસન પ્રત્યે પૂરી દિલસોજી ધરાવનારા સુસાધુજને એક મતથી ઉક્ત નિ:સ્વાર્થ સેવા બજાવવા પાછી પાની કરે જ નહીં અને તેવા સહુ દુભાગી સાધુજનને એવા પવિત્ર કામમાં સામેલ થવા આમત્રણ કરવું તે “અબ તેરણ બાંધવા જેવું જ લેખાય.” તો પણ જેમ કેઈ તેવા ગંભીર રોગાદિક પ્રસંગે તેનું ખરું નિદાન શેાધી કાઢી ઉક્ત રોગને નિર્મૂળ કરે એવી ખાત્રીભરી પ્રતિક્રિયા નક્કી કરવા નિમિત્તે સારા સારા અનુભવી-નિપુણ વેનું સંમેલન સારી લાગવગથી કરીને, બહુધા તેમની એકમતિથી એગ્ય ચિકિત્સાવડે રોગને નિર્મૂળ કરવા સફળ પ્રયત્ન સેવવામાં આવે છે, તેમ સંઘ-સમાજમાં પેઠેલા ભાવસડાને બરાબર પરખી કાઢી, તેની યેગ્ય ચિકિત્સા કરી, ઉક્ત સડે દૂર કરવા સશક્ત સુનિપુણ નિ:સ્વાથી સાધુજનો ઉક્ત સડે સત્વર દૂર થાય તેવી પવિત્ર બુદ્ધિથી પ્રેરાઈ, અમુક વખતે અને અમુક અનુકૂળ સ્થળે એકઠા થઇ, શાન્તિથી વિચારપૂર્વક શ્રી સંઘની ખરી સેવા બજાવવા યથાશક્તિ કામ કરવા ઉજમાળ થાય એ અત્યંત ઈચ્છવાજોગ છે. સહુ સ્વાભિપ્રાય સ્પષ્ટ જણાવી નિ:સ્વાર્થ પણે આમાં સહાનુભૂતિ દાખવશે, એમ ઈચ્છી વિરમવામાં આવે છે.
ઇતિશમ.
[ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૧૬૩. ].