________________
લેખ સંગ્રહ
[ ૮૩ ] કારી કાર્યો “ વાનપ્રસ્થાશ્રમમાં ” ગૃહસ્થાશ્રમની જંજાળથી મુક્ત થયેલ હોવાથી તથા પ્રકારના જ્ઞાનની પરિપકવતાને લીધે સાધી શકાય છે. આ આશ્રમમાં પુરુષાથી જને બુદ્ધિબળના વધારાથી ગૃહસ્થાશ્રમ કરતાં ઘણા ગુણે લાભ મેળવી શકે છે, તેથી તેને ગુણાકારની ઉપમા ઘટે છે.
૪ “સન્યસ્ત આશ્રમ” છેલ્લો અને શ્રેષ્ઠ લેખાય છે. આ આશ્રમ જેન દર્શનમાં જણાવેલા નિગ્રંથ મહાપુરુષોના કેવળ નિવૃત્તિપરાયણ માર્ગને મળે છે. આ આશ્રમમાં સર્વથા સ્વાર્થ ત્યાગ ( Disinterestedness ) કરવાનો હોય છે. અનેક પ્રકારનાં પ્રમાદાચરણથી દૂર રહી, અપ્રમત્તપણે શુદ્ધ આમાથે જ આમાં સાધવાનો હોય છે. આ અંતિમ આશ્રમમાં કેવળ નિસ્પૃહતા
ગે ઉપાધિ રહિત બની જવાના કારણથી તેને ભાગાકારની ઉપમા ઘટે છે.
ઈતિશ.... [ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૭૪ ]
શાન્ત વચનામૃત 1 અધીરાઈ રાખ્યા વગર સતત પ્રયાસ કરવાથી ડેટાં મહાભારત કામ પણ થઈ શકે છે.
૨ મહેનત કર્યા વગર ફળ મળશે નહિ.
“ No Fruit without Labour. ” ૩ તમે જેવું વાવશે તેવું લણશે.
“ As you sow so you reap.”