SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ { ૩૧૮] શ્રી કપૂરવિજયજી સંસ્કાર પામ્યા વગર કોઈ પણ વ્યક્તિના ચિત્તમાં ધર્મનો પ્રભાવ પડી શકતો નથી. એ બધી વાત જાતિઅનુભવથી સમજી શકાય એવી છે. ૬ સર્વ પ્રકારનાં વ્યાવહારિક કાર્યો કરતાં મન, શરીર અને ઈદ્રિય ઉપર મુખ્યપણે આધાર રાખવાનો હોવાથી તેમની પૂરતી દરકાર કરવી એ અતિ અગત્યની વાત છે. ૭ શરીરને અને મનને ઘાડો સંબંધ હોવાથી એટલે શરીરની સ્વસ્થતા-નિરોગતાદિવડે મનની સ્વસ્થતા–પ્રસન્નતાદિક જળવાઈ શકાય એમ હોવાથી શરીરને સ્વસ્થ-નિરોગી તેમજ સ્વકાર્યકુશળ ટકાવી રાખવાને માટે જે જે નિયમોનું પાલન આવશ્યક ગણાય છે તે તે નિયમોનું ખંતપૂર્વક પાલન કરવા સહુ કોઈ નાના-મોટા ભાઈબહેનોએ પ્રથમ લક્ષ રાખવું જોઈએ. ૮ પથ્ય અને પ્રમાણપત ખાનપાનનું સેવન નિયમિત વખતે કરવું. તેનું સારી રીતે પરિણમન થાય તે માટે યથાયોગ્ય ઉદ્યોગ–અંગકસરત વિગેરે પણ નિયમસર કરવા લક્ષ રાખવું. જેમ બને તેમ સંભાળથી સ્વવીયનું રક્ષણ કરવું. કોઈપણ પ્રકારના અત્યાચાર કે ગેરવર્તણુકથી સ્વવીર્યને વિનાશ ન કરો અને આળસ–સુસ્તી–પ્રમાદથી અળગા રહેવું વિગેરે શરીરની વ્યવસ્થા સાચવવાના જે જે સાચા ઉપાય હિતસ્વીઓ તરફથી સમજાવવામાં આવે તેનો યથાગ્ય અમલ કરવા પૂરતું લક્ષ સદા ય રાખી રહેવું, એ સહુ કોઈ સુખાથી જનેને ઉચિત છે. ૯ ખાનપાનમાં લેવા ગ્ય પદાર્થો બંને રીતે-દ્રવ્યથી અને ભાવથી પચ્ચ હોવા જોઈએ. દ્રવ્યથી પથ્ય એટલે પ્રકૃતિને પ્રતિકૂળ ન હોય. વાત, પિત્ત અને કફને નહિ કે પાવતાં મર્યાદામાં રાખે અને પત્થરની પેરે હાજરીને ભાર નહિ કરતાં
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy