________________
તપની સાથે મુનિજીને અપ્રમત્તભાવ, અનેરો ઉત્સાહ,. અદ્દભૂત શારિરીક, માનસિક શક્તિ, આ બધી બાબતે. સુવર્ણમાં સુગંધની જેમ હજારે, જેનેજૈનેતરમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય પેદા કર્યું છે અને મુનિશ્રી પ્રત્યે, જૈનધર્મ પ્રત્યે અને જૈનધર્મના ત્યાગ–તપ પરત્વે ભારે આદર અને માન ઉત્પન્ન કરાવ્યું છે.
ખરેખર આ બધું જાણીને એ તપસ્વી આત્માને શતશઃ ધન્યવાદ ઘટે છે. હું એમના ઉગ્ર તપગુણનું અભિવાદન કરી અભિનંદુ છું. એમના તપસ્વી આત્માને નમન કરું છું.
એ તપસ્વી આત્માને અનુરોધ કરું છું કે-મારા માટે તેઓ હાર્દિક પ્રાર્થના કરે કે મારા શારીરિક સંજેગના કારણે મારા જીવનને તપ ગુણ રૂપી ગુલાબને કરમાએ છોડ સુંદર રીતે વિકસવા પામે.
બીજું એક ગાનુયેાગ બનવા પામેલી ઘટનાને આનંદ એ છે કે જે ધરતી ઉપર અભૂતપૂર્વ અઘટિની તપશ્ચર્યા થવા પામી એ ભૂમિ મહાતિ મહાન આચાર્ય પૂજ્યપાદ સૂરિસમ્રાટુ શાસન સમ્રાર્ની જન્મભૂમિ અને સ્વર્ગભૂમિઃ ઉભય પ્રસંગથી પાવન થયેલી પુણ્ય ધરતી. છે. બીજુ મહુવા (મધુમતી) એક ઐતિહાસિક પ્રાચીન નગરી
જ્યાં શાસનપતિના તીર્થની છાયા છે. અને ત્રીજું શાસન સમ્રારશ્રીના વારસદારની પુણ્ય નિશ્રા–આ ત્રિવેણી યેગ વિરલ કહેવાય ! ”