________________
૨૭
કરવામાં આવે છે ત્યારે મેલને ભાગ અલગ થઈ જાય છે અને સેનું તદ્દન શુદ્ધ (સે ટચનું સોનું) બની જાય છે. એ જ રીતે તપ દ્વારા દેહ કૃશ બને છે પરંતુ દેહના અવયે શુદ્ધ બને છે અને સૌથી વિશેષ આત્મશુદ્ધિ દ્વારા આત્મબળ ખૂબ વધી જાય છે. વળી તપના પ્રભાવથી અન્ય વ્યક્તિઓ ઉપર અનન્ય છાપ પડે છે. તેમના દિલમાં પણ આવા પ્રકારનું યથાશક્તિ તપ કરીને આત્મવિશુદ્ધિ કરવાની ભાવના જાગે છે તેમ જ ધર્માનુરાગ કેળવાય છે. તેથી તપને આટલે મોટો મહિમા અને પ્રભાવ છે, તપ એ મક્ષ પ્રાપ્તિનું અમેઘ સાધન છે.
જળ ખૂબ વધી : સૌથી વિશે. જd દેહના અવા
કેશવલાલ માણેકચંદ શાહ
બોરીવલી, મુંબઈ