________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રારંભમાં જ લખેલ છે કે "યુદ્ધ મનુષ્યના હૃદયમાં શરૂ થાય છે, તેથી તેનો અંત પણ હૃદયને પ્રશિક્ષિત અને પ્રશાંત કરીને જ લાવી શકાય.’
શારીરિક, માનસિક અને આત્મિક શાંતિની પ્રાપ્તિ માટે ત્રણવારે શાંતિઃ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે.'
કેન.માં બે શાંતિમંત્ર છે. (૧) ૪ સર નાવતું ! ...... અને (૨) % Mાયનું મા .......
પ્રથમ મંત્રના ભાવાર્થને સમજાવતા પં. શ્રી પાદ દામોદર સાતવળેકરજી જણાવે છે કે અધ્યયન એવા પ્રકારનું હોવું જોઈએ, જેનાથી આત્મ સંરક્ષણની શક્તિ પ્રાપ્ત થાય, આજીવિકાની પ્રાપ્તિ થાય, પરાક્રમ કરવાનો ઉત્સાહ વધે, તેજસ્વિતા વધે અને અરસ-પરસ પ્રેમ વધવો જોઈએ.
આમ આ મંત્રમાં ઉચ્ચ શિક્ષણ પ્રણાલીન નિર્દેશ છે.
બીજા મંત્રમાં શરીરનું બળ, ઇન્દ્રિયોની શક્તિ અને મનનું સામર્થ્ય વધારવાનો ઉપદેશ છે. ઉત્તમ જ્ઞાનનો આદર અને અજ્ઞાનનું નિરાકરણ કરવાની સૂચના છે. મનુષ્યમાં સ્કૂલ અને સુમિરૂપે રહેલી શક્તિઓનો વિકાસ કરી, વ્યક્તિગત વિકાસનું ધ્યેય રજૂ કરવામાં આવ્યું છે.”
શરીર બળ અને મનનું સામર્થ્ય હોય તો જ સાધના શકય બને છે. શરીરની શક્તિ વગર સાધના થઈ શકતી નથી તેથી જ કવિ કાલિદાસ શરીરને ધર્મસાધના માટે પ્રથમ સાધન ગણાવે છે.’
જીવનને મઘુમય, શાંત અને રસમય બનાવવા માટે બધાં જ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. શ્રેષ્ઠ જીવન માટે ભૌતિક વિકાસ પણ જરૂરી છે. આપણાં મંદિરોમાં કલા, નૃત્ય ને સુંદરતાનાં કલાત્મક ચિત્રો આ જ બાબત દર્શાવે છે. જીવનમાં કલા, નૃત્ય, સંગીત, જાતીયતા, રાજકારણ, સમાજશાસ્ત્ર એ સર્વેની જરૂર છે. આત્મિક ઉન્નતિ માટે તેને છોડવાની નહીં પરંતુ વિવેકપૂર્વક તેનો ઉપયોગ કરવાની જરૂર છે
For Private And Personal Use Only