________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
પ્રકરણ-ર ઉપનિષદોના શાક્તિમત્રો
ભારતીય પરંપરા પ્રમાણે કોઈપણ કાર્યની શરૂઆતમાં અને અંતમાં ઈષ્ટદેવની પ્રાર્થના કરવામાં આવે છે. એ જ પ્રમાણે ઉપનિષદ્ભઆરંભે અને અંતે શાંતિપાઠ કરવાની પરંપરા છે. તે પ્રમાણે સામવેદના ઉપનિષદ્ધાં પ્રારંભે અને અંતે ૩૪ આયતુ.... એ શાંતિપાઠ છે. આ ઉપરાંત કેનો. માં ૩ સહનાવવતુ.... I એ મંત્ર પણ શાંતિપાઠમાં છે.
આ મંત્રનો ભાવાર્થ છે, મારાં અંગ તુત થાઓ, વાણી, ચલ, શ્રોત્ર અને બલ(અંતઃકરણ તથા સર્વે ઇન્દ્રિયો(તૃપ્ત થાઓ. હું સર્વ વેદ અને ઉપનિષદ્ દ્વારા ગમ્ય બ્રહ્મનો ત્યાગ ન કરું અને બ્રહ્મ મારો ત્યાગ ન કરે, અનિરાકરણ હો, મારું અનિરાકરણ હો, ને આત્મામાં પ્રીતિવાળા મારામાં ઉપનિષમાં ધમ કહ્યાં છે તે મારામાં હોય આવે. શાંતિ પ્રાપ્ત થાઓ, શાંતિ પ્રાપ્ત થાઓ, શાંતિ પ્રાપ્ત થાઓ.
પ્રસ્તુત શાંતિપાઠમાં પરબ્રહ્મની પ્રાર્થના કરવામાં આવી છે. તેમાં ઇન્દ્રિયો વિષયાનુરાગરહિત થાય તથા વેદના રહસ્વરૂપ, શિરોભાગરૂપ ઉપનિષો અને ઉપનિષદ્ ગમ્ય નિરતિશય વ્યાપક ચૈતન્ય બ્રહ્મના પોતે ત્યાગ ન કરે, અર્થાત્ તેમાં પોતાને અગાધ શ્રદ્ધા રહે એવી પ્રાર્થના કરવામાં આવી છે. બ્રહ્મ પ્રાર્થના કરનાર સાધકનાં આત્મારૂપે જ રહે છે. બન્ને કલ્પિત ભેદ મટી વાસ્તવિક અભેદ રહે છે, નિરતિશય વ્યાપક આત્મામાં પ્રીતિવાળા મારામાં ઉપનિષદુમાં કહેલાં શમ, દમાદિ ધર્મો રહે. આદર અર્થે બે વાર કથન કરવામાં આવ્યું છે. "ૐ" એ બ્રહ્મનું બીજું નામ ઈ ‘શાંતિ થાઓ એમ ત્રણવાર કહેતાં પહેલાં મૂકવામાં આવેલ છે. ત્રિવિધ (આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક) તાપની નિવૃત્તિ માટે ૐ શાંતિ ત્રણ વાર કહેલ છે.
(૧) 'વ્યકિતમાં શાંતિ ધારણ કરવ; (૨) "જનતામાં શાંતિ સ્થાપન કરવી અને (૩) સંપૂel જગતમાં શાંતિની વૃદ્ધિ કરવી, મનુષ્યમાત્રનું તથા વૈદિક જ્ઞાનનું અભિષ્ટ છે.
પ્રથમ પોતાનાં હૃદયમાં શાંતિ હોય તો જ સમાજ અને વિશ્વમાં શાંતિ સ્થાપી શકાય છે, તેથી જ શાંતિપાઠમાં પ્રથમ વ્યક્તિમાં શાંતિની વાત કરવામાં આવી છે. ત્યારબાદ કમશઃ સમાજ અને વિશ્વમાં શાંતિની વાત રજૂ કરી છે.
–ઉનિષદોના શાંતિપાઠમાં માનવ-કલ્યાણની ભાવના જોઈ શકાય છે. UMGના ઘોષણાપત્રના
-
૩૧
For Private And Personal Use Only