________________
છે. વિધેયમાં પ્રવૃત્તિ અને નિષેધ્યમાંથી નિવૃત્તિ એ જ ચારિત્ર છે. ચારિત્રનો આધાર પ્રમાણ ઉપર છે. એટલે તીર્થકર ભગવંતો કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પ્રથમદેશનામાં ૩uષ્ટ્ર વા, વિપામેરૂં વા, યુવે વા, રૂપ ત્રિપદીમય પ્રમાણ સમજાવે છે. જેનો બહુ વિસ્તાર અગાધબુદ્ધિના ભંડાર ગણધરભગવંતો દ્વાદશાંગીમાં અને તેમાં પણ સવિશેષે દષ્ટિવાદમાં કરે છે. કંઈક અંશે તેનું નિરૂપણ શેષ ૧૧ અંગોમાં અને ૧૧ ઉપાંગોમાં તથા તેના ઉપરથી રચાયેલાં અંગબાહ્યશાસ્ત્રોમાં પણ હોય છે.
જ્ઞાન” એ જ કલ્યાણમાં પ્રવર્તક અને અકલ્યાણમાંથી નિવર્તક છે. માટે “જ્ઞાન” એજ પ્રમાણ છે. જૈનદર્શનનો આ સદા અભેદ્ય સિદ્ધાન્ત છે. તે જ્ઞાન યથાર્થ હોય, શેયના અનૈકાન્તિક સ્વરૂપનું બોધક હોય તો તે સમ્યજ્ઞાન અર્થાત્ પ્રમાણજ્ઞાન કહેવાય છે અને તે જ્ઞાન અયથાર્થ હોય, શેયના અનૈકાન્તિક સ્વરૂપને બદલે એકાન્તિક સ્વરૂપનું બોધક હોય, અથવા ઝાંઝવાના જલની જેમ શેય વિના ભ્રમાત્મક જ્ઞાન હોય તો તે મિથ્યાજ્ઞાન, અર્થાત અપ્રમાણજ્ઞાન કહેવાય છે. પ્રમાણ જ્ઞાન આત્માને ઉપાદેયમાં પ્રવૃત્તિ કરાવતું અને હેયથી નિવૃત્તિ કરાવતું છતું સુખ અને કલ્યાણનું કારણ બને છે અને અપ્રમાણજ્ઞાન તેનાથી ઉલટી પ્રવૃત્તિ કરાવતું છતું દુઃખ અને અકલ્યાણનું કારણ બને છે તેથી જ તીર્થકર ભગવન્તો “પ્રમાણ”ની જ દેશના આપે છે. કે જે દેશના મિથ્યાત્વમોહના ઉદયથી પ્રવર્તેલા એકાન્ત નિત્ય અથવા એકાન્ત અનિત્યાદિને સમજાવતા પરદર્શનોના સિદ્ધાન્તોની સામે સાચી દિવાદાંડી સમાન છે. બારવર્ષ દુકાળના કાળે દૃષ્ટિવાદાદિ મહામૂલ્યવાળા શાસ્ત્રોના નાશકાલે આ સૂક્ષ્મજ્ઞાન ઘણું ઘણું નાશ પામી ગયું. તો પણ રહ્યા-સહ્યા શાસ્ત્રોના આધારે પાછળના આચાર્યોએ તેનું અનુસંધાન કર્યું
“મતિજ્ઞાનાદિ” પંચવિધ જ્ઞાનનું વર્ણન પ્રજ્ઞાપના અને નંદીસૂત્રમાં છે. અને તેના ઉપરથી અતિવિસ્તૃતપણે શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણે પાંચ જ્ઞાનનું સ્વરૂપ “વિશેષાવશ્યક મહાભાષ્યમાં ચર્ચેલું છે. તેના જેટલી ચર્ચા પ્રાયઃ અન્યત્ર દષ્ટિગોચર થતી નથી. આ ત્રણે શાસ્ત્રોમાં જ્ઞાનની વિપુલ ચર્ચા હોવા છતાં “પ્રમાણ” શબ્દનો ઉલ્લેખ ત્યાં નથી. કારણ કે જ્ઞાન એ જ પ્રમાણ છે બીજું કોઈ પ્રમાણ છે જ નહીં કે જેના વ્યવચ્છેદ માટે આવી સ્પષ્ટતા કરવી પડે. છતાં પ્રાયઃ વિક્રમની બીજી સદીમાં થયેલા તત્ત્વાર્થસૂત્રકાર પૂજય ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થ સૂત્રના પ્રથમ અધ્યાયમાં સૌ પ્રથમ આ ઘોષણા કરી હોય એમ લાગે છે. સૂત્ર ૧૦ ૧૧ ૧૨માં પાંચ જ્ઞાન એ જ પ્રમાણ છે તેમાં પ્રથમનાં બે જ્ઞાનો પરોક્ષ છે અને શેષ ત્રણ જ્ઞાનો પ્રત્યક્ષ છે એમ પ્રમાણની ઉદ્ઘોષણા ત્યાંથી થઈ. અન્ય દર્શનકારોના શાસ્ત્રોમાં પ્રમાણના સ્વરૂપમાં અને પ્રમાણની સંખ્યામાં ઘણા મતભેદો હતા. તેના વ્યવચ્છેદ માટે ઉમાસ્વાતિજીએ આ પ્રથમ ઘોષણા કરી છે ત્યારથી પશ્ચાદ્ધર્તા આચાર્યોએ સવિશેષ પ્રમાણની ચર્ચા પોતપોતાના શાસ્ત્રોમાં ગુંથી છે.
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org