________________
ગુણપ્રભસૂરિજી થયાનો ઉલ્લેખ ત્રિપુટી મહારાજના જૈન પરંપરાના ઈતિહાસમાં (ભાગ ૨જો પૃષ્ઠ ૫૩૯૪૦માં) છે. તેથી ટિપ્પણીકારના ગુરૂ શ્રી ગુણચંદ્રસૂરિજી ૧૩૮૬ પૂર્વે પાટપર બીરાજમાન હતા. અને તેમના શિષ્ય મુનિ શ્રી જ્ઞાનચંદ્રજીએ આ ટિપ્પણી લખી છે માટે ૧૩૫૦ થી ૧૪૦૦માં લખાઈ હોવી જોઈએ. તથા શ્રી રાજશેખરસૂરિજીના આદેશથી આ ટિપ્પણી લખી છે એવો પણ પ્રશસ્તિમાં ઉલ્લેખ હોવાથી રાજશેખરસૂરિજીની હયાતિમાં આ ટિપ્પણી લખાઈ છે માટે પણ ૧૩૫૦ થી ૧૪૦૦માં લખાયાનું અનુમાન થઈ શકે છે. જુઓ ટિપ્પણીની પ્રશસ્તિ શ્લોક ૧ થી
૧૦.
રત્નાકરાવતારિકાનું ગુજરાતી ભાષાંતર તથા
તેના કર્તા પૂ. શ્રી મલયવિજયજી મ.
આ રત્નાકરાવતારિકાનું આઠે પરિચ્છેદનું ગુજરાતી ભાષાન્તર પૂ. મુનિરાજ શ્રી મલયવિજયજી મહારાજશ્રીએ કરેલ છે. અમદાવાદ શહેરના લુહારની પોળ (આસ્ટોડીયા)ના ઉપાશ્રયના, ગિરનાર આદિ તીર્થોના ઉદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી નીતિસૂરીશ્વરજી મહારાજશ્રીના જેઓ શિષ્ય હતા તેઓએ પોતાના અભ્યાસકાલે પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ પાસે તૈયાર કરેલ સુંદર ગુજરાતી અનુવાદ પંડિતશ્રી દલસુખ માલવણીયા દ્વારા સંશોધિત થઈને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તરફથી ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલ છે. પૂજ્ય મલયવિજયજી મહારાજે આ અનુવાદ તૈયાર કરવામાં અથાગ પ્રયત્ન કરેલ છે. માત્ર તે અનુવાદ સંક્ષિપ્તરૂચિવાળા જીવોને સંક્ષેપમાં વિશાલ સમજવાની બુદ્ધિ ધરાવનારા જીવોને માટે ઘણો જ ઉપકારી છે. કાલપ્રભાવે હીન-હીનતર બુદ્ધિવાળા અને વિસ્તારરૂચિ જીવોને વિસ્તાર કર્યા વિના સમજવાને અશક્ય એવા અલ્પજ્ઞ જીવોને માટે તથા અમારા પોતાના ક્ષયોપશમની વૃદ્ધિ માટે અમે વધારે વિશેષ સરળ બને તે રીતે આ ગુજરાતી અનુવાદ લખવાનો પરિશ્રમ કર્યો છે. અમને વિસ્તારયુક્ત આ અનુવાદ લખવામાં તેમના અનુવાદનો સંપૂર્ણ સાથ હતો, તેઓશ્રીનો અનુવાદ અમને માર્ગ બતાવવામાં પગદંડીભૂત મૂલ આધાર બન્યો છે. તેઓનો આ સમયે અમારા ઉપર મહાઉપકાર છે. પ્રશંસનીય તો તેઓનો જ પ્રયત્ન છે કે જેઓએ કોઈપણ આધાર વિના આવા કઠીન અને દુર્ભેદ્ય ગ્રન્થનો અર્થ ઉકેલ્યો છે. અમે તો માત્ર તેઓએ જણાવેલા પગદંડીના રસ્તે ચાલવાનું જ કામકાજ કરતાં જ્યાં જ્યાં વધુ કઠીનાઈ અને અસ્પષ્ટતા રૂપ કાંટા-કાંકરા હતા તે દૂર કરવાનું જ કામ કર્યું છે. માર્ગ બનાવવાનું કામ તો તેઓશ્રીએ જ કરેલ છે.
જૈન દર્શનમાં ન્યાય-પ્રમાણ શાસ્ત્રોનું અવલોકન
“પ્રમાણ” એ જ આત્માને કલ્યાણકારી કાર્યોમાં પ્રવર્તક અને અકલ્યાણકારી કાર્યોથી નિર્વતક
Jain Education International
૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org