________________
(૧) પૂ. શ્રી રાજશેખરસૂરિજી કૃત સંસ્કૃત “પંજિકા” ટીકા. (૨) પૂ. શ્રી મુનિ જ્ઞાન ચંદ્રજી કૃત સંસ્કૃત “ટિપ્પણી” ટીકા.
હવે તે બંને ટીકાઓના કર્તા વિષે અને બંને ટીકાઓ વિષે કંઈક વિચારીએ. પંજિકા ટીકાના કર્તા શ્રી રાજશેખરસૂરિજી
સુપ્રસિદ્ધ અને ધર્મક્રિયાના ભંડાર એવા હર્ષપુરીય નામના ગચ્છમાં ગુજરાતના રાજા કર્ણ વડે “મલધારિ” બિરૂદ જેમને અપાયું છે એવા નિઃસ્પૃહાત્માઓમાં ચૂડામણિ સમાન શ્રી અભયદેવસૂરિ થયા, તેમના શિષ્ય, એક લાખ ગ્રન્થના કર્તા, ગુજરાતના રાજા જયસિંહ વડે જેમનાં ચરણયુગલોમાં નમસ્કાર કરાયા છે એવા શ્રી હેમચંદ્રસૂરિજી મ. સા. થયા, જો કે ગ્રન્થલશકર્તા અને જયસિંહ રાજા વડે નતચરણયુગલ આ બે વિશેષણોથી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી આ હોય એમ બ્રાન્તિ થાય તેમ છે. પરંતુ હકીકતથી કલિકાલ સર્વજ્ઞથી ભિન્ન આ હેમચંદ્રસૂરિજી સંભવે છે. તેનાં કારણો એ છે કે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી શ્રી દેવચંદ્રજીના શિષ્ય છે અને આ હેમચંદ્રસૂરિજી અભયદેવસૂરિજીના શિષ્ય છે. વળી કલિકાલસર્વજ્ઞને બાલચંદ્રજી શિષ્ય હતા. બીજા શિષ્યોનો ઉલ્લેખ નથી. જ્યારે આ હેમચંદ્રસૂરિજીને મુનિચંદ્રસૂરિ, હરિભદ્રસૂરિ અને નરચંદ્રસૂરિ એમ ત્રણ શિષ્યો હતા. તેથી અભયદેવસૂરિજીના શિષ્ય આ હેમચંદ્રસૂરિજી કલિકાલસર્વજ્ઞથી ભિન્ન છે. મલધારીયગચ્છના હોવાથી શ્રીવિશેષાવશ્યકભાષ્યની ટીકા રચનાર જે હેમચંદ્રસૂરિજી છે તે જ આ અભયદેવસૂરિજીના શિષ્ય છે. એમ જાણવું. અને તેમને મુનિચંદ્રસૂરિ આદિ ત્રણ શિષ્યો હતા, તેમના વંશમાં તિલક ભૂત એવા શ્રીતિલકસૂરિજી થયા, તેમના પ્રિયશિષ્ય શ્રી રાજશેખરસૂરિજી મ. સા. આ પંજિકા ટીકાના કર્તા છે. આ વાતની સાક્ષી આ પંજિકા ટીકાની સમાપ્તિ પ્રસંગે પોતે જ લખેલી પ્રશસ્તિમાં છે.
श्रीस्थूलभद्रवंशे हर्षपूरीये क्रियानिधौ गच्छे । देव्या चक्केश्वर्या दत्तवरः षष्ठपारणके ॥१॥ श्री गूर्जरेन्द्र कर्णोद्घोषितमलधारिविशदवरबिरुदः । श्री अभयदेवसूरिनिरीहचुडामणिरदीपि ॥२॥ श्रीहेमचन्द्रसूरिस्तच्छिष्यो ग्रन्थलक्षकर्ताऽभूत् । श्री गूर्जरजयसिंहक्षितिपतिनतचलननलिनयुगः ॥३॥ मुनिचन्द्रसूरि-हरिभद्रसूरि-नरचन्द्रसूरयः सार्वाः । तेषामन्वयतिलकः सूरिः श्रीतिलक इत्युदितः ॥४॥
* ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org