________________
વચનચતુરાઈ, વ્યાકરણચતુરાઈ અને વાદીના વાદનો પરાજય કરવા માટેની તાલાવેલીની તલ્લીનતા? આવી અલૌકિક શક્તિઓ શ્રી રત્નપ્રભસૂરિજીમાં જણાયા વિના રહેતી નથી. શ્રી રત્નપ્રભસૂરિજીની ગ્રન્થરચના
(૧) “રત્નકરાવતારિકા” નામની આ લઘુટીકા સ્યાદ્વાદરત્નાકરમાં પ્રવેશાત્મક નાવડી તુલ્ય પાંચ હજાર શ્લોક પ્રમાણ બનાવાઈ છે. આ જ લઘુટીકામાં અંતે પ્રશસ્તિમાં પોતે જ કહ્યું છે કે -
वृत्तिः पञ्च सहस्त्राणि, येनेयं परिपठ्यते । भारती भारती चास्य प्रसर्पति जल्पतः ॥५॥
આ લધુટીકા લાંબા લાંબા સમાસવાળી, સ્થાને સ્થાને વ્યંજનોના પ્રાસવાળી, અર્થ સમજવામાં સરળ રચનાવાળી, ગદ્ય હોવા છતાં ક્યાંક ક્યાંક પદ્યાત્મકપણે વિષયવર્ણનથી રસપ્રદ બનેલી, પ્રતિસ્થાને આવતી કોઈ પણ વાદીના કોઈ પણ મર્મસ્થાનવાળી માન્યતાનું સંપૂર્ણપણે મથન કરનારી આ અલૌકિક અપૂર્વ ગ્રંથ રચના છે.
(૨) ઉપદેશ માલાની ટીકા શ્રી ધર્મદાસ ગણિજીની બનાવેલી આ ઉપદેશ માલા પાકૃતભાષામાં પદ્માત્મકગ્રંથ છે. તેના ઉપર સિદ્ધર્ષિની ટીકા છે. તે ઉપરાંત સવિશેષ કથાઓથી ભરપૂર, તથા સંસ્કૃત-પ્રાકૃત, અને અપભ્રંશ ભાષાઓથી મિશ્ર, કર્તાના અપૂર્વપાંડિત્યને સૂચવતી બીજી ટીકા પૂજ્ય આ. શ્રી રત્નપ્રભસૂરિજીની છે. જેનું “વિશેષવૃત્તિ” એવું નામ કહેવાય છે. તથા વોટ્ટી ના નામે પણ આ ટીકા જૈન સમાજમાં પ્રસિદ્ધ છે. કુલ ૧૧૧૫૦ શ્લોક પ્રમાણ, વિક્રમસંવત ૧૨૩૮માં બનાવેલી આ દોટ્ટી ટીકા ભરૂચમાં પૂર્ણ થઈ છે. અને તે વખતના તેમના અનેક પંડિત સાથીઓએ આ ટીકાનું સંશોધન કરેલું છે.
(૩) નેમિનાથ ચરિત્ર (અર નેમ ચિરઅં) નેમનાથ પ્રભુનુ ચરિત્ર છે પ્રાકૃતભાષામાં લખાયેલા – કાવ્યના બધા જ રસો અને અલંકારોથી પરિપૂર્ણ આ મહાકાવ્ય ગ્રંથ છે. વિક્રમ સંવત ૧૨૩૩માં રચાયેલો, ૧૩૬૦૦ શ્લોકપ્રમાણ, શ્રી દેવભદ્રજી અને નયકીર્તિજીએ સંશોધન કરેલો આ મહાકાવ્ય ગ્રંથ છે.
Jain Education International
Tw
(૪) મતપરીક્ષાપગ્યાશત્ વાદીઓના મતોની પરીક્ષા કરતો આ ગ્રંથ છે “પંચાશ” એવા ટુંકા નામે પણ પ્રસિદ્ધ છે. રત્નાકરાવતારિકા રચાયા પૂર્વે આ ગ્રંથની રચના કરેલી છે. કારણ કે રત્નાકરાવતારિકામાં જ રત્નપ્રભસૂરિજીએ બે સ્થાને આ પંચાશત્ ગ્રંથની સાક્ષી ઉત્પાદવ્યય-અને-ધ્રુવની ત્રિપદી સમજાવતાં આપેલી છે.
=
૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org