________________
સંભવી શકતા તમામ તર્કો પોતે સ્વયં કલ્પીને તેને અકાટ્યયુક્તિપ્રહાર વડે નિરૂત્તર કરેલા જણાય છે. તેમની લેખનશૈલીમાં એવું અનુમાન કરાય છે કે કોઈપણ પૂર્વપક્ષવાદી તેના પોતાના પક્ષની રજુઆતમાં (મંડનમાં) તે પોતે જેટલી યુક્તિઓ નહીં જાણતો હોય તેટલી યુક્તિઓ તેના તરફથી સંભાવના રૂપે પણ કરીને તેનો પ્રત્યુત્તર આપેલો નજરે નીહાળાય છે. તે તેમની કોઈ અલૌકિક શક્તિ છે. કોઈ પણ પ્રતિવાદીના પક્ષનું ખંડન કરતી વખતે કલ્પાતા પક્ષો અને પ્રતિપક્ષોના ભેદોની રચના પૂ. શ્રીહરિભદ્રસૂરિજી મ.ની રચેલી અનેકાન્તજયપતાકાની સ્મૃતિ તાજી કરાવતી હોય તેવી છે.
(૨) લાંબા-લાંબા સમાસો એ તો એમનો વચન ચતુરાઈમાં જાણે સહજ સ્વભાવ હોય એમ લાગે છે. લાંબા સમાસોના કારણે શબ્દસૌષ્ઠવ, પદલાલિત્ય, કાવ્યરસની મધુરતા, અને ન્યાયપ્રમાણના રસિક જીવોને રસવર્ધક શબ્દરચનારૂપ આ અપૂર્વ રચના છે.
(૩) પ્રત્યેક વાક્યોમાં સરખે સરખા વ્યંજનોના પ્રાસ મેળવીને ગદ્ય હોવા છતાં જાણે પદ્ય હોય નહીં શું ! એવી ભ્રાન્તિ કરાવતી, શુષ્ક વિષયને પણ રસવંતી દશામાં પરાવૃત્તિ કરાવતી, એકસરખા અનેક વ્યંજનોના મીલનથી કર્ણપ્રિયતાને પ્રાપ્ત કરાવતી એવી આ ગ્રંથની રચના તેઓએ કરેલી છે. જે તેમની અલૌકિક શક્તિનો પ્રત્યક્ષ પુરાવો છે.
(૪) ટીકાગ્રંથ હંમેશા ગદ્યસંસ્કૃતભાષામાં જ હોય છે. છતાં બીજા પરિચ્છેદમાં ચક્ષુ અને મનની પ્રાપ્યકારિતાનું ખંડન કરતાં, અને શેષ ચારે ઈન્દ્રિયો પ્રાપ્યકાર જ છે એવું મંડન કરતાં રત્નપ્રભાચાર્યજી વાદીઓની સામે હાથીઓની વચ્ચે સિંહ જેમ ગર્જના કરતો ફરે તેમ પઘ કાવ્યમય, અને તે પણ ભિન્ન ભિન્ન અનેકવિધ છંદો દ્વારા જે નિરૂપણ કરે છે તે તો જાણે પ્રતિવાદીઓની સામે રણાંગણમાં તેઓનો પરાભવ કરી હર્ષાવેશમાં ઝુલતા હોય એવું જણાઈ આવે છે. ભક્તિભાવનામાં લીન થયેલો પુરૂષ વિવિધ રાગરાગિણીઓથી જેમ ભક્તિરસમાં ઝીલે છે. આનંદગોષ્ઠી કરે છે તેવી જ પ્રતીતિ આ પદ્મમય કાવ્યોમાં થાય છે આ વાત જે અનુભવ કરે છે તેને જ સમજાય તેમ છે.
(૫) પ્રતિવાદીઓ મનમાં એવું અભિમાન વહન ન કરી લે કે અમે જ પંડિત – વિદ્વાન મહાવિદ્વાન્ છીએ. જૈનાચાર્યો શું જાણે ? તે તો માત્ર ધર્મક્રિયા જ કરી જાણે અર્થાત્ નિર્માલ્ય જ હોય છે. આવી પ્રતિવાદીઓની ભ્રાન્તિને ભાંગવા માટે ક્રિયા પદમાં માત્ર ત્તિ અને તે બે જ પ્રત્યયો દ્વારા, વિભક્તિમાં માત્ર ત્તિ ટા અને હસ્ ત્રણ જ પ્રત્યયો દ્વારા અને હૈં, થ, હૈં, ધ, 7, ૫, બ, ભ, મ, ય, ર, ત્ત અને ત્ર એમ માત્ર ૧૩ જ વ્યંજનોની વિદ્યમાનતા વાળા શબ્દપ્રયોગો કરવા દ્વારા ઈશ્વરકતૃત્વવાદનો જે વિનાશ સમજાવે છે તે વખતે તો જાણે ખરેખર વાગ્યુદ્ધના સમરાંગણમાં પોતે અતિશય રાજાપાઠમાં આવી ચુક્યા હોય તેમ જણાઈ આવે છે, કેટલી
Jain Education International
३०
For Private & Personal Use Only
www.jainelibrary.org