________________
છે. પરંતુ તેમાંથી બીજી બે શંકાઓ ઉઠે છે કે (૧) વિજયસેનસૂરિ કોના લઘુભાઈ હતા ? અને (૨) રત્નપ્રભસૂરિજી કોના શિષ્ય બન્યા ? શું વિજયસેનસૂરિજીના હાથે દીક્ષિત થયા હોવાથી તેમના જ શિષ્ય બન્યા કે વાદિદેવસૂરિજીની આજ્ઞાથી વિજયસેનસૂરિજીએ તો માત્ર દીક્ષા જ આપી પરંતુ શિષ્ય તો વાદિદેવસૂરિજીના ઉદ્ઘોષિત કરવામાં આવ્યા ? આ બે શંકાઓ થવી સંભવિત છે.
પ્રથમશંકાનો પરિહાર આ રીતે સંભવી શકે છે કે ઉપદેશમાલાની પ્રશસ્તિમાં રત્નપ્રભસૂરિજી પોતે જ લખે છે કે રેવસૂરિશિષ્યપ્રાતૃળાં વિનયસિસૂરીમ્ દેવસૂરિજીના શિષ્ય જે શ્રી ભદ્રેશ્વરસૂરિજી અથવા શ્રીમાણેક્સસૂરિજી તેમના લઘુભાઈ, એવો અર્થ થાય છે કારણ કે વાદિદેવસૂરિજીને કોઈ ભાઈ હતા જ નહિં એટલે દેવસૂરિજીના શિષ્ય એવા (તેમના) ભાઈ એમ કર્મધારયસમાસ અસંભવિત છે. દેવસૂરિજીના શિષ્યના ભાઈ પાસે રત્નપ્રભસૂરિજીએ દીક્ષા લીધી હોય એમ ષષ્ઠીતત્પુરુષ સમાસ કરીએ તો સ્વતઃ સમજાય તેમ છે કે વાદિદેવસૂરિજી પછી અમુક વર્ષેા બાદ શ્રી રત્નપ્રભસૂરિજી થયા હશે. અને સિદ્ધરાજની સભામાં દિગંબરની સાથેનો આ વાદ ૧૧૮૧માં થયેલ છે. પ્રભાવક ચરિત્રના શ્લોક ૧૯૩માં કહ્યું છે કે -
चन्द्राष्टशिववर्षेऽत्र (१९८१) वैशाखे पूर्णिमादिने । आहूतौ वादशालायां, तौ वादिप्रतिवादिनौ ॥१९३॥
તેથી તે વખતે રત્નપ્રભસૂરિજી (દીક્ષાની અપેક્ષાએ) લઘુ વયસ્ક હોય અને હજુ આચાર્ય ન બન્યા હોય એમ અનુમાન કરી શકાય છે અને તેથી જ આ વાદકાલે પ્રભાવકચરિત્રમાં તેમના નામનો ઉલ્લેખ ન હોય એમ સંગતિ થાય છે. પરંતુ “પ્રબંધ ચિંતામણિ’” માં પૃષ્ઠ ૩૭માં કુમુદચંદ્ર (દિગંબર) અને રત્નપ્રભસૂરિજીનો પ્રસંગ જણાવેલ છે.
इति तदुक्तिश्रवणात्सिद्धान्तकुशलतां तस्याल्पीयसीमवगम्य जितं जितमिति मन्यमानाभ्यां श्रीदेवाचार्य - श्रीहेमचन्द्राभ्यां प्रमुदितम् । अथ देवसूरिप्रभो रत्नप्रभाभिधानः प्रथमशिष्यः क्षपामुखे गुप्तवेषतया कुमुदचन्द्रस्य गुरूदरे गतः । तेन कस्त्वमित्यभिहिते- अहं देवः । देव क: ? । अहं હું : ? । ત્વ શ્રા | શ્રા : ? । ત્તું। ત્યું ? । અહં દેવ: (ત ગાયાતરૂં ? । स्वर्गात् । स्वर्गे का का वार्ता ? । कुमुदचन्द्रदिगम्बरशिरः पञ्चाशीति पलानि । तर्हि किं प्रमाणम् ? । छित्त्वा तोल्यताम् ।) इति तयोरुक्तिप्रत्युक्तिबन्धे चक्रभ्रमं भ्रमति, आत्मानं देवं, दिगम्बरं श्वानं च संस्थाप्य यथागतं जगाम । तेन चक्रदोषप्रादुष्करणेन विषादनिषादसम्पर्कात्શ્રી રત્નપ્રભસૂરિજી ગુપ્તવેષે સન્ધ્યાસમયે કુમુદચંદ્રના નિવાસસ્થાને ગયા, અને ત્યારબાદ નીચે પ્રમાણે તે બંનેનો સંવાદ થયાનો ઉલ્લેખ પ્રબંધ ચિંતામણિમાં છે.
Jain Education International
૨૮
For Private & Personal Use Only
www.jainelibrary.org