________________
ભાઈ હોવા જોઈએ. આ પ્રમાણે પ્રધાનપણે ત્રણ શિષ્યોનાં નામો જાણવા મળે છે. તેમાં ભદ્રેશ્વરસૂરિજી એ વાદિદેવસૂરિજીના પટ્ટધર હતા. તથા વાદિદેવસૂરિજીના પૂર્વજો (પૂર્વના આચાર્યો) અને પશ્ચાદ્દવર્તી શિષ્યગણ અતિશય વિદ્યાવ્યસની, શાસ્ત્રોના ઉંડા અભ્યાસી, અને ન્યાય તથા પ્રમાણના વિષયમાં તર્ક શૈલી પૂર્વકના મહાજ્ઞાની પુરૂષો હતા. આ. શ્રી વાદિદેવસૂરિજીની વાદમાં પ્રતિભાશાલી, પ્રતિવાદિઓ વડે અજેય, ખમીરવાળી અને તેજસ્વી વાણીનો સંચાર તેમના શિષ્યગણમાં પણ ઉતર્યો હોય તેમ રત્નાકરાવતારિકા ટીકાની લેખનશૈલીથી જણાયા વિના રહેતું નથી. અસત્ય માન્યતાઓના અંશ માત્રને પણ ન ખમી શકનાર, અને સત્ય માન્યતાને પ્રસારિત કરવામાં પાવરધા, વસ્તુના અયથાર્થ નિરૂપણને ઉડાડવામાં અને યથાર્થ નિરૂપણને જણાવવામાં અલ્પ પણ સંકોચ-સ્નેહ-શરમ કે કોઈની પણ લજ્જા ન રાખનાર એવો તેજસ્વી આ શિષ્યગણ હતો. આચાર્ય શ્રી રત્નપ્રભસૂરિજી - પૂ. આ. રત્નપ્રભસૂરિજીનો જન્મ, માતા-પિતા-ગામ આદિની જાણકારી પૂર્ણતયા પ્રાપ્ત થતી નથી. પરંતુ સત્તાસમય અનુમાનથી જાણવા મળે છે. જો કે પ્રભાવકચરિતમાં વાદિદેવસૂરિજીના જીવનચરિત્રમાં શ્રી રત્નપ્રભસૂરિજીનો ક્યાંય ઉલ્લેખ નથી. તથા સિદ્ધરાજની સભામાં દિગંબર કુમુદચંદ્ર સાથે શ્રી વાદિદેવસૂરિજીના થયેલા વાદમાં પણ પ્રભાવક ચરિતમાં ક્યાંય રત્નપ્રભસૂરિજીનો ઉલ્લેખ નથી. તેથી સંભવ છે કે આ વાદકાલે રત્નપ્રભસૂરિજી લઘુવયસ્ક હશે, અથવા કદાચ હજુ આચાર્ય ન પણ બન્યા હોય, તથા વળી આ વાતના સમર્થનમાં બીજી પણ એક યુક્તિ પ્રાપ્ત થાય છે કે રત્નપ્રભસૂરિજીએ પોતે બનાવેલા નેમિનાથ ચરિત્રની પ્રશસ્તિમાં પોતે જ લખ્યું છે કે દેવસૂરિજીની આજ્ઞાથી લઘુભાઈ એવા વિજયસેનસૂરિજી વડે પોતાને દીક્ષા અપાઈ છે. નેમિનાથ ચરિત્રની પ્રશસ્તિ
अह देवसूरिआणाए, दिक्खिया विजयसेनसूरिहिं । लहुएहि भाउगेहिं, जे सुत्ति सुहापहावेहि ॥ उट्ठावणविज्जाइसु, जेसिं नीसेसकज्जेसु । जाया गुरुणो सिरिदेवसूरिणो सइ पसायपरा ॥ सिरि रयणप्पहसूरीहिं, तेहिं जम्मफलमहंतेहिं ।
आएसाओ अणुभावओ य, दोण्हं पि सुगुरू णं ॥ આ પાઠમાં સ્પષ્ટ લખ્યું છે કે શ્રી વાદિદેવસૂરિજીની આજ્ઞાથી લઘુભાઈ શ્રી વિજયસેનસૂરિ વડે દીક્ષા અપાઈ. વિજયસેનસૂરિજીના હાથે રત્નપ્રભસૂરિજીની દીક્ષા થઈ છે એ વાત નક્કી થાય
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org