________________
શ્રી વાદિદેવસૂરિજીની અન્યગ્રન્થરચના
“સ્યાદ્વાદ રત્નાકર” ટીકાગ્રંથ અને “પ્રમાણનયતત્ત્વાલોક' મૂલગ્રંથ શ્રી વાદિદેવસૂરિજીની ન્યાય અને પ્રમાણને સમજાવતી તર્કશૈલીયુક્ત અલૌકિક પ૨મકૃતિ છે. આનો ઉલ્લેખ પ્રભાવક ચરિત શ્લોક ૨૮૦/૨૮૧માં છે. પરંતુ તેમાં અન્યગ્રંથોનો ઉલ્લેખ નથી. છતાં “જૈન પરંપરાનો ઈતિહાસ” (ભાગ-૨ પૃષ્ઠ ૫૭૩)માં ત્રિપુટિ મહારાજે અન્યગ્રંથોના આધારે નીચેનાં શાસ્ત્રોનું કર્તૃત્વ શ્રી વાદિદેવસૂરિજીનું જણાવ્યું છે.
(૧)
પ્રમાણનયતત્ત્વાલોક,
(૨)
સ્યાદ્વાદ રત્નાકર,
મુણિચંદ ગુરૂથઈ, ગુરૂવિરહવિલાપ,
દ્વાદશ વ્રત સ્વરૂપ,
કુરૂકુલ્લા દેવી સ્તુતિ,
પાર્શ્વધરણેન્દ્ર સ્તુતિ
ઉપરોક્ત ગ્રંથો શ્રી વાદિદેવસૂરિજીની કૃતિઓ છે એમ ત્રિપુટી મહારાજનું કથન (૧) જિનરત્નકોષ (૨) જૈનગ્રન્થાવલિ, (૩) લીંબડીના ભંડારની સૂચિ અને (૪) પાટણના ભંડારની સૂચિના આધારે છે પરંતુ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ''માં પ્રથમના બે ગ્રંથો વિના બીજા ગ્રંથોનો ઉલ્લેખ નથી, પ્રભાવક ચરિતમાં પણ ૩ થી ૧૪ નંબરના ગ્રન્થોનો ઉલ્લેખ નથી. વળી “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસમાં” દેવસૂરિ નામના અનેક આચાર્યો થયા હતા એમ જણાવતા હોય એવું લાગે છે. તેના ઉપરથી ઉપ૨ના ગ્રંથોમાંથી કોઈ કોઈ ગ્રંથો (વાદી દેવસૂરિ વિનાના) અન્ય દેવસૂરિજીના પણ હોય અને અસ્પષ્ટ વિધાનના કારણે વાદિદેવસૂરિજીના નામે ચડી ગયા હોય એમ પણ બનવા સંભવ છે. અથવા વાસ્તવિકપણે વાદિદેવસૂરિજીના પણ હોય એમ પણ બનવા સંભવ છે. છતાં આ બાબતનો નિર્ણય તે તે ગ્રંથોની રચનાનો અને પઠનપાઠનનો અભ્યાસ ક૨વાથી જ જાણી શકાય તેમ છે. પરંતુ હાલ તે ગ્રંથો અપ્રકાશિત અને અનુપલબ્ધ હોઈ તે વિષે કંઈ પણ કથન કરવું ઉચિત નથી. એમ માની તે વિષયમાં અહીં વિરામ કરીએ છીએ.
(૪)
(૬)
(૭)
(૮) કલિકુંડ પાર્શ્વનાથ યંત્રસ્તવન.
(૯)
જીવાજીવાભિગમ - લઘુવૃત્તિ.
(૧૦) યતિદિનચર્ચા.
(૧૧) ઉપધાન સ્વરૂપ.
(૧૨)
પ્રભાત સ્મરણ
(૧૩)
ઉપદેશ કુલક
(૧૪) સંસારોદ્વિગ્ન મનોરથકુલક
શ્રી વાદિદેવસૂરિજીનો શિષ્ય પરિવાર
શ્રી વાદિદેવસૂરિજીનો સમસ્ત શિષ્ય પરિવાર જાણવા મળ્યો નથી. પરંતુ આ. શ્રી
Jain Education International
-
૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org