________________
ષષ્ઠ પરિચ્છેદ
પ્રથમ પાંચ પરિચ્છેદમાં પ્રમાણ અને પ્રમેય સમજાવી આ છઠ્ઠા પરિચ્છેદમાં પ્રમાણનું અનંતર અને પરંપરાએ ફળ શું ? તેનું નિરૂપણ કરેલ છે. પાંચ જ્ઞાન સ્વરૂપ પ્રમાણનું અનંતર ફળ અજ્ઞાનનિવૃત્તિ, અને પરંપરાફલ કેવલજ્ઞાનનું ઔદાસીન્ય, અને શેષ ચાર જ્ઞાનોનું ફલ હેયઉપાદેય બુદ્ધિ, તેનું વર્ણન, તથા પ્રમાણથી પ્રમાણનું ફલ કથંચિત્ ભિન્ન પણ છે અને કથંચિત અભિન્ન પણ છે તેનું નિરૂપણ તથા મહત્ત્વની ચર્ચાવિશેષ, તથા પ્રમાતા આત્માથી પ્રમાણ (સ્વખરવ્યવસાય, પણ કથંચિત્ ભિન્ન અને કથંચિત અભિન્ન છે તેનું નિરૂપણ તથા એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન વાદોનું નિરસન, પ્રમાણનું સ્વરૂપ, પ્રમાણના ભેદો, પ્રમાણનો વિષય, અને પ્રમાણનું ફળ, આ ચાર સંબંધી જે જે વિપરીત માન્યતાઓ છે તે સઘળી માન્યતાઓ તે તે નામે આભાસ માત્ર છે. તેનું વિસ્તારથી નિરૂપણ, અનુમાનાભાસના પ્રસંગમાં પક્ષાભાસ, સાધ્યાભાસ, હત્વાભાસ અને દષ્ટાન્તાભાસોનું સ્પષ્ટીકરણ, વિગેરે વિષયો આ પરિચ્છેદમાં સંકલિત કર્યા છે. સપ્તમ પરિચ્છેદ
આ ગ્રંથનું નામ “પ્રમાણ-નય-તત્ત્વાલીક હોવાથી એકથી છ પરિચ્છેદમાં પ્રમાણ સંબંધી (પ્રમાણ-પ્રમેય-પ્રમાણફલ-તેના ભેદ-પ્રતિભેદ-પ્રમાણાભાસ- તથા તેના સ્વરૂપાભાસ-ભેદાભાસઈત્યાદિ ઉપાદેય અને હેય એમ બન્ને પ્રકારની પ્રમાણ સંબંધી) વાર્તા સમાપ્ત કરીને હવે આ સાતમા પરિચ્છેદમાં પ્રથમ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક મૂલ બે નયોની વ્યાખ્યા, તેના ભેદ-પ્રતિભેદોનું વર્ણન, નૈગમાદિ સાત નયોની વ્યાખ્યા, સાતે નયોની નિરપેક્ષપણે પ્રરૂપણા કરવાથી થતા નયાભાસોનું વર્ણન, નૈગમાદિ સાત નયોમાં પૂર્વપૂર્વના નયોથી પછી પછીના નો સૂક્ષ્મ-સૂક્ષ્મતર (અલ્પ-અલ્પ વિષયવાળા) છે તેનું દિગ્દર્શન, પ્રમાણસપ્તભંગીની જેમ નયસપ્તભંગી, અને પ્રમાણફલની જેમ નયફલનું પણ પ્રતિપાદન, તથા અંતે પ૫-૫૬-૫૭ સૂત્રોમાં આત્માનું નિરૂપણ, તેમાં એકેક દર્શનોની મિથ્યામાન્યતાઓના પ્રતિકારરૂપે વિશેષણોનો પ્રયોગ. દા.ત. ચાર્વાકના પ્રતિકારરૂપે ચૈતન્યસ્વરૂપ, બૌદ્ધના પ્રતિકારરૂપે નિત્ય, સાંખ્યના પ્રતિકારરૂપે કર્તા અને સાક્ષાદૂભોક્તા, ન્યાય વૈશેષિકના પ્રતિકારરૂપે સ્વદેહપરિમાણ, વેદાન્તદર્શનના પ્રતિકારરૂપે પ્રતિક્ષેત્રે ભિન્ન-ભિન્ન, મીમાંસક દર્શનના પ્રતિકારરૂપે “પૌદ્ગલિકાદેખવાનું” અને દિગંબરામ્નાય માન્ય
સ્ત્રીમુક્તિનિષેધના પ્રતિકારરૂપે ઉપાત્તપુંસ્ત્રીશરીરસ્ય, આ પ્રમાણે સર્વ દર્શનોના પ્રતિકારરૂપે વિશેષણો યુક્ત પ્રમાતાનું નિરૂપણ આ પરિચ્છેદમાં છે. વિશેષ ખંડન-મંડન ટીકામાં કરેલ છે. અષ્ટમ પરિચ્છેદ
રાજસભાદિમાં થતા વાદ-વિવાદ વિષયક વાદની વ્યાખ્યા, વાદી-પ્રતિવાદી, સભ્ય અને સભાપતિનું વર્ણન, તથા કયા વાદ પ્રસંગે વાદના ઉપરોક્ત ચાર અંગોમાંથી કયા કયા અંગની આવશ્યકતા ઈત્યાદિ વર્ણન આ પરિચ્છેદમાં છે.
૨.૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org