________________
ભેદોનું સુંદર પ્રતિપાદન, તથા હેતુના ઉપરોક્ત ૨૫ ભેદોનું દષ્ટાન્ત સાથે પ્રતિપાદન આ પરિચ્છેદમાં કરેલ છે. ચતુર્થ પરિચ્છેદ
પરોક્ષ પ્રમાણના “આગમ” નામના પાંચમા ભેદનું વર્ણન, આગમની વ્યાખ્યા, આપ્તવચન પણ વક્તા અને શ્રોતાના જ્ઞાનની અપેક્ષાએ અનુક્રમે કાર્ય અને કારણ હોવાથી ઉપચાર આગમપ્રમાણ કહેવાય છે તેનું નિરૂપણ, આપ્ત પુરુષ લૌકિક-લોકોત્તર બે પ્રકારના હોય છે. તેનું પ્રતિપાદન, માત-પિતાદિ લૌકિકાત, આપણા આત્માની કષાયાદિથી સુરક્ષા કરે તે લોકોત્તરાપ્ત, વચન, વર્ણ, પદ અને વાક્યની વ્યાખ્યા, પ્રત્યેક શબ્દો સ્વાભાવિક પોતાની શક્તિ અને સંકેત વડે જ અર્થપ્રતિપાદનમાં કારણ બને છે તેનું નિરૂપણ, તથા તે વિષેના બૌદ્ધ અને નૈયાયિકના એકાન્તમતનું નિરસન, દીપકની જેમ અર્થનો પ્રકાશ કરવો એ શબ્દનો સ્વભાવ છે. પરંતુ તે યથાર્થ છે કે અયથાર્થ ? તે પુરૂષાશ્રિતગુણ-દોષની અપેક્ષાએ છે તેનું નિરૂપણ, સર્વ શબ્દો વિધિનિષેધ એમ ઉભયને જણાવનાર હોવાથી તેની સપ્તભંગી બને છે તેનું નિરૂપણ, તથા સાતમાના કોઈપણ એક ભાંગાનો એકાન્તવાદ એ અનુચિત જ છે. તેનું સવિસ્તર નિરૂપણ. વસ્તુગત ભિન્નભિન્ન, નિત્યાનિત્ય, સદસત્, આદિ પરસ્પર વિરોધી જણાતા પરંતુ પરમાર્થે અવિરોધી એવા બે ધર્મોને અપેક્ષાએ સમજાવવામાં સાત જ ભાંગા થાય છે અનંતભાંગા થતા નથી, પરંતુ પરસ્પર વિરૂદ્ધ ધર્મોનાં આવાં જોડકાં અનંત હોવાથી અનંત સપ્તભંગીઓ થાય છે તેનું નિરૂપણ, સકલાદેશવિકલાદેશની વ્યાખ્યા, તથા પ્રત્યક્ષ અને પરોક્ષપ્રમાણાત્મક જ્ઞાન આત્માના જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમ અને ક્ષયવિશેષથી જ પ્રતિનિયત અથવા પૂર્ણપદાર્થને જણાવે છે પરંતુ (અન્યદર્શનકારો માને છે તેમ) તદુત્પત્તિ (mય દ્વારા ઉત્પન્ન થતુ જ્ઞાન) કે તદાકારતા (યના આકારે પરિણત થયેલું = શેયના આકારને ધારણ કરીને તે) દ્વારા શેયને જણાવતું નથી તેનું પ્રતિપાદન તથા તેની વિશેષ ચર્ચા આ પરિચ્છેદમાં કરવામાં આવી છે. પંચમ પરિચ્છેદ
પ્રમાણ”નું પ્રતિપાદન પૂર્વોક્ત ચાર પરિચ્છેદોમાં કરીને હવે આ પરિચ્છેદમાં “પ્રમેય"નું પ્રતિપાદન કરેલ છે. ધર્માસ્તિકાયાદિ પવિધ દ્રવ્યો કે જે સામાન્ય-વિશેષ એમ ઉભયધર્માત્મક છે. તે જ પ્રમેય છે. અહીં એકાન્ત સામાન્યાત્મક માનનાર વેદાન્તદર્શન-મીમાંસકદર્શન અને એકાન્ત વિશેષાત્મક માનનાર બૌદ્ધદર્શનનું નિરસન કરેલ છે. ઉર્ધ્વતાસામાન્ય અને તિર્યફસામાન્યના ભેદથી સામાન્ય બે પ્રકારનું છે અને ગુણ તથા પર્યાયના ભેદથી વિશેષ પણ બે પ્રકારનું છે તેનું (ચારે ભેદોનું) સ્પષ્ટ વર્ણન આ પરિચ્છેદમાં છે.
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org