________________
પ્રથમ પરિચ્છેદ
પ્રમાણ”નું લક્ષણ સમજાવીને જ્ઞાન જ પ્રમાણ હોઈ શકે. તે સિદ્ધ કરેલ છે કારણ કે જ્ઞાન જ ઈષ્ટાનિસ્ટમાં પ્રવર્તક-નિવર્તક છે. તેનું નિરૂપણ, અન્યદર્શનોને માન્ય “સગ્નિકર્ષ” એ પ્રમાણ નથી. કારણ કે સર્ષિ હોવા છતાં પણ અપરિચિતમાં જ્ઞાન થતું નથી, અને ચક્ષુ તથા મનમાં વિના સકિર્ષે પણ જ્ઞાન થાય છે. માટે સમિકર્ષ એ પ્રમાણ નથી. પણ જ્ઞાન જ પ્રમાણ છે. આ પ્રમાણે પ્રમાણના લક્ષણમાં કહેલા જ્ઞાન શબ્દની સાર્થકતા, તથા તે જ્ઞાન પણ વ્યવસાયાત્મક (યથાર્થ પ્રમેયના નિર્ણય સ્વરૂપ) હોય તો જ પ્રમાણ. તેથી ભ્રમાત્મક (સમારોહાત્મક-વિપર્યયસંશય અને અનધ્યવસાય) જ્ઞાનોને પ્રમાણ ન કહેવાય. તેનું નિરૂપણ, તથા ભ્રમાત્મક એવાં વિપર્યયાદિનાં લક્ષણો સમજાવવા દ્વારા પ્રમાણના લક્ષણમાં “વ્યવસાયિ” શબ્દની સાર્થકતા. જ્ઞાનથી અન્ય એવો જે શેયપદાર્થ (જડ-ચેતન આત્મક દ્વિધા). તેનું નિરૂપણ કરવા દ્વારા “” શબ્દની સાર્થકતા, અને તે પ્રસંગે પ૨ (પદાર્થ) ને ન માનનારા જ્ઞાનાતવાદી અને શૂન્યવાદી એવા યોગાચાર અને માધ્યમિક બૌદ્ધોની માન્યતાનું નિરસન. તથા જ્ઞાન પોતે જ દીપકની જેમ પોતાનો પ્રકાશ કરે છે. પરંતુ અન્ય જ્ઞાનથી કે શેયથી પ્રકાશ્ય નથી એમ જણાવવા દ્વારા સ્વ શબ્દની સાર્થકતા. આ પ્રમાણે ૧ થી ૧૮ સૂત્રોમાં પ્રમાણના લક્ષણની નિર્દોષતા ઉદ્ઘોષિત કરી છે.
પ્રમાણજ્ઞાન ત્યારે જ બને કે જો તેમાં “પ્રામાય” = પ્રમાણતા = પ્રમાણપણું = પ્રમેયની સાથે અવ્યભિચારિપણું હોય તો જ. તેથી પ્રામાણ્ય અને અપ્રામાણ્યની ઉત્પત્તિ પરથી જ (પ્રમેયથી જ) થાય છે. પરંતુ તેનો બોધ સ્વથી (જ્ઞાનથી) અને પરથી (જ્ઞયથી) એમ બન્નેથી થાય છે તેનું નિરૂપણ, અને આ વિષયમાં અન્ય દર્શનીય માન્યતાનું સચોટયુક્તિપૂર્વક નિરસન. આ પ્રમાણે પ્રથમ પરિચ્છેદમાં પ્રમાણનું લક્ષણ અને તેની નિર્દોષતા વર્ણવેલી છે. દ્વિતીચ પરિચ્છેદ
“જ્ઞાન” એ જ પ્રમાણ છે. તેના પ્રત્યક્ષ-અને પરોક્ષ બે ભેદ, તથા પ્રત્યક્ષનામક પ્રથમભેદનું સવિસ્તર નિરૂપણ, પ્રત્યક્ષપ્રમાણના સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બે ભેદ, સાંવ્યવહારિક પ્રત્યક્ષ ઈન્દ્રિયસાપેક્ષ હોઈ વ્યંજનાવગ્રહમાદિ (વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહ-ઈહા-અપાય-ધારણા) આદિ ભેદોનું નિરૂપણ, ચક્ષુ અને મનના વિષયમાં પ્રાપ્યકારિ - અપ્રાપ્યકારિત્વની ચર્ચા, પારમાર્થિક પ્રત્યક્ષના વિકલ (અપૂર્ણ) અને સકલ (સંપૂર્ણ) એવા બે ભેદો, વિકલમાં અવધિ-મન:પર્યવ અને સકલમાં કેવલજ્ઞાનનું નિરૂપણ, તથા સર્વજ્ઞની સિદ્ધિ, સર્વજ્ઞતાની સાથે આહારનો (શરીરધર્મ હોવાથી) અવિરોધ. = એ રીતે દિગંબર આમ્નાયની માન્યતાનું નિરસન, આ પ્રમાણે બીજા પરિચ્છેદમાં “પ્રત્યક્ષપ્રમાણ”ની ચર્ચા કરેલી છે. તથા ચક્ષુ અને મનની અપ્રાપ્યકારિતાની ચર્ચા પરવાદીઓની સાથે જાણે યુદ્ધની કેલિ કરતા હોય તેમ ભિન્ન ભિન્ન છંદોવાળા શ્લોકો દ્વારા એવી
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org