________________
(૧) પ્રથમ પરિચ્છેદના બીજા સૂત્રમાં – आचक्ष्महि च मतपरीक्षापञ्चाशति -
अर्थस्य प्रमितौ प्रसाधनपटु प्रोचुः प्रमाणं परे, तेषामञ्जनभोजनाद्यपि भवेत् वस्तु प्रमाणं स्फुटम् । आसन्नस्य तु मानता यदि तदा संवेदनस्यैव सा,
स्यादित्यन्धभुजङ्गरन्ध्रगमवत् तीर्थ्यः श्रितं त्वन्मतम् ।। (૨) પાંચમા પરિચ્છેદના આઠમા સૂત્રમાં किञ्च, अपरमभ्यधिष्महि पञ्चाशति -
प्रध्वस्ते कलशे शुशोच तनया मौलौ समुत्पादिते । पुत्रः प्रीतिमुवाह कामपि नृपः शिश्राय मध्यस्थताम् ॥ पूर्वाकारपरिक्षयस्तदपराकारोदयस्तद्वया ।
धारश्चैक इति स्थितं त्रयमयं तत्त्वं तथाप्रत्ययात् ॥१॥ આ બન્ને સાક્ષીઓથી જણાય છે કે “પંચાશ” નામનો ગ્રંથ શ્રીરત્નપ્રભસૂરિજીનો બનાવેલો છે. માત્ર હાલ તેની ક્યાંય ઉપલબ્ધિ થતી નથી.
(૫) પાર્શ્વનાથચરિત્રદષ્ટાન્ત કથા - મનુષ્યભવની દુર્લભતાને જણાવતાં દશ દષ્ટાન્તોથી ભરેલી પાર્શ્વનાથ પ્રભુના જીવનચરિત્રને આલેખતી આ કથા છે. અર્થાત્ કથાગ્રંથ છે. જિનરત્નકોષમાં આ ગ્રંથનો ઉલ્લેખ છે. તેની વિ. સંવત ૧૫૬૭માં લખાયેલી હસ્તપ્રત માત્ર ઉપલબ્ધ છે. પ્રકાશિત થયેલ નથી.
આટલા ગ્રંથો જાણવા મળેલ છે. અન્યગ્રંથો પણ હશે.
આ “રત્નાકરાવતારિકા” જો કે સ્યાદ્વાદરત્નાકર નામના મહાગ્રંથ રૂપ મહાસમુદ્રમાં પ્રવેશ કરાવવા માટે શ્રી રત્નપ્રભસૂરિજીએ નાવ સમાન કહીને બનાવી છે તો પણ તેમની બોલવાની વાગ્યતા, શબ્દોના પ્રાસની છટા, અને વાદીઓના વાદોને નિરસ્ત કરવાની ખુમારીથી આ ટીકા પણ દુર્બોધ કહી શકાય એવી બની છે. સંસ્કૃત-પ્રાકૃતભાષા અને કાવ્યરસના મહાવિદ્વાન્ પુરૂષો પોતાની અપેક્ષાએ ઘણી મૃદુભાષાનો પ્રયોગ કરે તો પણ તેઓની સ્વાભાવિક ભાવે નીકળતી ભાષા સદા સામાન્ય આત્માઓ માટે દુર્બોધ હોય છે. તેથી આ “રત્નાકરાવતારિકા” એ નાવડી સમાન હોવા છતાં તેમાં પણ પ્રવેશ કરાવવા માટે જાણે સંસ્કૃતગદ્યમાં સંક્ષિપ્ત ભાષાન્તર કર્યું હોય તેવી નાની બે ટીકાઓ છે.
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org