________________
પ્રકરણ ૧ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ
વર્તમાન અવસર્પિણી કાળમાં શ્રી આદિનાથ પ્રભુથી શરૂ કરી શ્રી મહાવીર પ્રભુ પર્યંતના ચોવીશ તીર્થકર ભગવાન થયા છે, જેમણે જગતના તમામ જીવો માટે ઉત્તમ કલ્યાણભાવ વેદી, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી આત્માને પૂર્ણ શુદ્ધ કરવાનો મહામાર્ગ પ્રકાશ્યો છે. તેમણે પોતાની કેવળીપર્યાય દરમ્યાન ઉદયકાળ પ્રમાણે ૐ ધ્વનિરૂપ દેશના આપી જીવોને બોધ્યા છે અને માર્ગનું જાણપણું કરાવ્યું છે. એ માર્ગનું જાણપણું
સ્વીકારી, પાળી, પોષી, આરાધી અસંખ્ય આત્માઓ સિધ્ધભૂમિમાં આત્માના અનંત અવ્યાબાધ સુખને ચિરકાળ માણવા સદ્ભાગી થયા છે.
તે સર્વ તીર્થંકર પ્રભુની અસીમ કૃપાથી જે કંઈ આત્માર્થે જાણકારી મળી છે, તેનો લાભ ઇચ્છુક જીવો વર્તમાનના પંચમકાળે લઈ શકે, એ અર્થે શ્રી પ્રભુની આજ્ઞા લઈ તેમની સ્તુતિ કરવારૂપ આ પ્રકરણ રચી “શ્રી કેવળી પ્રભુનો સાથ' ગ્રંથનો આરંભ કરીએ છીએ. અને આ ગ્રંથરચના શ્રી પ્રભુની અસીમ કૃપાથી વિના વિઘ્ન પૂર્ણ થાઓ એ જ પ્રાર્થીએ છીએ.
૧ શ્રી આદિનાથ પ્રભુ – શ્રી ઋષભદેવ સ્વામી ! હે પ્રભુ! આ સંસાર અટવીમાં અમે અનાદિકાળથી મૂઢ થઈ રખડતા આવ્યા છીએ. સંસારમાં અમે એકથી પાંચ ઇન્દ્રિયની પ્રાપ્તિ અપ્રાપ્તિની માયાજાળથી ફસાયેલા છીએ. ક્યારેક માત્ર એક જ ઇન્દ્રિય – સ્પર્શેન્દ્રિયના સહારાથી જ જીવવું પડ્યું હતું, ક્યારેક તેમાં રસના વધવાથી ત્રસકાયપણું પ્રાપ્ત થયું હતું, તેમાં ક્યારેક ધ્રાણેદ્રિયનો સાથ મળ્યો, વળી ચક્ષુ ઇન્દ્રિય વધતાં આશા વધી, તો ઘણા ઘણા અલ્પકાળ માટે શ્રોત્રંદ્રિય અને સંજ્ઞા સહિતના પંચેન્દ્રિયપણાની સુવિધા વેદી. ચાર ઇન્દ્રિય