________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩
*
* “ખરેખર” પર જણાતું નથી તેમાં કોઈ પણ પદાર્થ હેયપણે કે સ્વજ્ઞયપણે જણાતાં જ નથી. * “ખરેખર” પર નથી જણાતું તેમાં પરના પ્રતિભાસનું પણ લક્ષ છૂટી જાય છે. * પર પદાર્થ જ્ઞાનનું જ્ઞય નથી માટે “ખરેખર' પરને જાણતો નથી.
પર પદાર્થને જાણનારું જ્ઞાન નથી માટે “ખરેખર” પરને જાણતો નથી. * જ્ઞયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે માટે “ખરેખર” પરને જાણતો નથી.
* “જાણનાર જણાય છે” અને “ખરેખર પર જણાતું નથી તેમાં તો સમયસાર અને તત્ત્વાર્થસૂત્ર બન્ને સમાય ગયા.
* “ખરેખર' પર જણાતું નથી તેમાં પરનો પ્રતિભાસ તિરોભૂત થઈ જાય છે અને “જાણનારો જણાય છે તેમાં પર પ્રતિભાસરૂપ લક્ષનો પણ નિષેધ થઈ જાય છે અને જે પ્રતિભાસરૂપ જ્ઞાયક હતો તે આવિર્ભત થઈ જાય છે.
* “ખરેખર” પરને જાણતો નથી તેમાં પરનું લક્ષ નથી તો પરનો પ્રતિભાસ પ્રતિભાસ” કહેવાય છે. જો પરનું લક્ષ હોય તો તે પ્રતિભાસ “પ્રતિભાસપણે ' કયાં રહ્યો? તે તો અજ્ઞાન થઈ ગયું.
* “ખરેખર' પર જણાતું નથી આમાં પરને જાણવાના પુરુષાર્થ વિના પર જણાઈ ગયું. કારણ કે સ્વચ્છતા એનો સ્વભાવ છે.
* પર પદાર્થ ભાવેન્દ્રિયનો વિષય હોવાથી “ખરેખર પરને જાણતો નથી.
* “ખરેખર” એટલે કે સત્યાર્થપણે, સાચી રીતે વાત તો આટલી જ છે કેઃ “ખરેખર” પરને જાણતો નથી તો ઈન્દ્રિયજ્ઞાન બિડાઈ જાય છે અને અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય છે. ઈન્દ્રિયજ્ઞાનને જીતવાનો આ મંત્ર છે.
* જ્યાં “ખરેખર' પરને જાણતો નથી, નિષેધ કર્યો ત્યાં તો જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થતાં નિશ્ચય પૂર્વકનો વ્યવહાર પ્રગટ થયો
* “ખરેખર” જ્ઞાની અજ્ઞાની કોઈને બાહ્ય પદાર્થો (ડાયરેકટ) સીધા જણાતાં જ નથી. કોઈ કાળે જણાતાં નથી. બધાને જણાય છે જ્ઞાન અને જ્ઞાયક.
* “ખરેખર” પર નથી જણાતું તેમાં પરનો પ્રતિભાસ રહી ગયો અને પર પ્રતિભાસનું પણ લક્ષ છૂટી ગયું અને સ્વનું લક્ષ થઈ ગયું આ કેવળ લક્ષરૂપ જ્ઞાનનું સ્વરૂપ છે.
* “ખરેખર' પર જણાતું નથી એટલે પ્રતિભાસ થાય છે તેને ઊડાડી ન શકાય. પ્રતિભાસ હોવા છતાં તેનું લક્ષ ફરી ગયું તો અનુભવ થઈ ગયો.
* જ્ઞાન સ્વભાવથી જ “ખરેખર પરને જાણતું નથી તેમજ જ્ઞાનનો સ્વભાવ “ખરેખર’ પરને જાણવાનો નથી આ વાત સ્વીકાર્યા વિના સમ્યક્દર્શન પ્રગટ થવાનું નથી.
* છ દ્રવ્ય જણાય છે તેમાં પૂ. ગુરુદેવશ્રીએ પણ પ્રતિભાસ રાખ્યો છે. પછી “ખરેખર” છ દ્રવ્ય જણાતાં નથી, તેમાં પરશયનું લક્ષ છોડાવ્યું છે. પછી છ દ્રવ્ય જણાય છે તેવી પર્યાય પણ જણાતી નથી, આમાં પર્યાયનું લક્ષ છોડાવ્યું છે. પછી... “ખરેખર” તો “જાણનાર જણાય છે.” આમ જાણનારનું લક્ષ કરાવ્યું છે.
* પૂ. ગુરુદેવશ્રીનું સોનેરી વાકય નીકળ્યું ત્યાર પછી બાવીસ દિવસ બાદ તો તેમનો સ્વર્ગવાસ થયો. આત્મા “ખરેખર” પરને જાણતો નથી તો પછી પરને જાણવા ઉપયોગ મૂકવો તે વાત જ કયાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com