________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧
પ્રયોગની પરાકાષ્ટા છે. “જાણનાર જણાય છે” તે વચન ઉપર; તે ભેદ ઉપર જવાની સખત મનાઈ છે. “જાણનાર જણાય છે” તે વાચ્ય ઉપર જવું.
હું જાણનાર છું: જાણનારને જ જાણું છું; જાણનાર જ મને જણાય છે; જાણનાર જણાય છે. તેમ પણ મને જણાય છે; આ ચારે ભાવો કોઈ પણ ક્રમ વિના, વિકલ્પ વિના, ભેદ વિના એક સમયમાં સ્વાનુભવમાં અનુભવાય છે. જો જાણનાર જણાય છે તેમ ન જણાય તો જ્ઞાનનાં સવિકલ્પ સ્વભાવની સિધ્ધિ થતી નથી.
જાણનાર જણાય છે” તેને જાણ્યા કરવું તે જ અભેદની અનુભૂતિ છે અને અભેદ છે તે જ પરમાર્થ છે. કારણ કે અભેદ છે તે પરિણમનરૂપ પણ છે. પરંતુ આવા અભદન-પરમાર્થને કોઈ પણ વચન દ્વારા કથનમાં કહેવું તો તે વ્યવહાર થઈ ગયો. કથન ભેદનું જ હોય; અભેદનું કથન ન હોય. આમ જ્ઞાનીઓના અભિપ્રાયને સમજવું જોઈએ. સંતો ભેદનો આશ્રય ક્યાં કરાવે છે? જાણનારને જ જાણે છે તેવું પરિણમન હોવા છતાં ભેદ નથી. “ જાણનાર જણાય છે” એમાં જાણનાર....જાણનારને જાણવા રૂપે પરિણમી જાય છે. આમ નિષ્કર્ષ એ છે કે “ જાણનાર જણાય છે” અને “હું જાણનાર છું” તે જ પ્રયોગ છે; અને તે જ અનુભવન છે. (૩) “જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી.” આ ખરેખરની ખરેખરતાનું અપૂર્વ હાર્દ પ્રકાશનાર પૂ. ભાઈશ્રી:
શ્રી સમયસારની અગિયાર ગાથા જેમ જૈનદર્શનનો પ્રાણ છે તેમ “ખરેખર' પરને જાણતો નથી તેમાં “ખરેખર' શબ્દ આગમ અને અધ્યાત્મના (મિલન) અભિસારનું અંગ છે અને સાથે સાથે જૈનદર્શનનો પ્રાણ છે. આમાં પ્રવચનસાર તેમજ સમયસારના સમન્વયની સમતુલા જળવાય છે. સાધક હો કે પછી સિદ્ધ પરમાત્મા કેમ ન હો! તેમનાં જ્ઞાન પર્યાયમાં જે નિશ્ચય-વ્યવહાર છે તેની સિદ્ધિ આ “ખરેખર’ શબ્દથી જ થાય છેને ?! આમ “ખરેખર” શબ્દ જિનાગમનો ઊંડો અને રહસ્યમયી પાયો છે, જેના ઉપર “જાણનાર જણાય છે” નું જિનાલય ખડું છે.
હવે પર જણાતું નથી તેમ ન કહેતાં “ખરેખર પર જણાતું નથી”, આમાં “ખરેખર” શબ્દ શા માટે લગાડયો? આ સૂત્રમાં “ખરેખર ” શબ્દની ઉપયોગિતા શી છે? !
“હું જાણનાર છું કરનાર નથી. જાણનારો જણાય છે; ખરેખર પર જણાતું નથી.”
ઉપરોક્ત સૂત્રને સુવર્ણ અક્ષરે મઢવાનો ભાવ આત્માર્થી શ્રીયુત શાંતિભાઈ ઝવેરીને આવ્યો ત્યારે તેમણે તે સૂત્ર પૂ. ભાઈશ્રીનાં ફોટામાં ગોઠવી આપવા પેઈન્ટરને જણાવ્યું. ત્યાર પછી પેઈન્ટરે શાંતિભાઈને કહ્યું કે ફોટામાં આખું સૂત્ર બેસી જાય જો “ખરેખર’ શબ્દને બાદ કરી નાખો તો! આ રીતે (૧) હું જાણનાર છું (૨) હું કરનાર નથી. (૩) જાણનારો જણાય છે. (૪) પર જણાતું નથી. આ રીતે બંધ બેસી શકે છે.
ત્યારબાદ શ્રીયુત શાંતિભાઈએ પૂ. “ભાઈશ્રી” ને ફોનમાં પૂછ્યું કે ભાઈ “ખરેખર” શબ્દ ફોટામાં યથાર્થપણે ગોઠવાતો નથી તો તેને કાઢી નાખીએ? ત્યારે પૂ. “ભાઈશ્રી” એ ઉત્તર આપ્યો કે: “ખરેખર” શબ્દ કોઈ પણ સંજોગોમાં નહીં નીકળે. તેમાં ઘણી જ ગૂઢતા અને મર્મજ્ઞતા રહેલી છે. જો તમો “ખરેખર” શબ્દ કાઢી નાખશો તો પ્રતિભાસ વયો જશે તો પછી ભેદજ્ઞાનની કળા હાથ નહીં આવે. “ખરેખ૨' પર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com