________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨) સમય એકમાં જણાય ગયા. આમ “ધ્યેયપૂર્વક જ્ઞયમાં જૈનદર્શનનો સંપૂર્ણ સાર સમાવિષ્ટ થઈ ગયો.
તેથી જાણનાર જણાય છે તે જીવમાત્રનું જાગ્રત જિનાલય છે અને જાણનારો જણાય છે તે જ તો જૈનશાસનનો ચૈતન્ય દેવતા છે અને જાણનારો જણાય છે તે પવિત્ર મોક્ષમાર્ગ છે તેમજ આધોપાત્ત પથ પ્રદર્શક રૂપ સર્વોત્કૃષ્ટ મહામંત્ર છે. (૨) હું જાણનાર છું અને જાણનાર જણાય છે ની અણમોલ નિધિ પ્રકાશક પૂ. ભાઈશ્રી:
જીવમાત્રને જાણનારો જ જણાય રહ્યો છે તેવો તેનો સ્વભાવ છે. આ સ્વભાવ કોઈનો કર્યો કરાતો નથી તેમજ કોઈનો રોકયો રોકાતો નથી. કેમકે સ્વભાવ છે ને? તો તે અનાદિ અનંત હોય ને ?! આ પ્રક્રિયા પારિણામીક ભાવે છે. જાણનારો જણાય છે તે ત્રિકાળ પણ છે અને વર્તમાન પણ છે તેથી તે પ્રતિછંદના સ્થાને છે.
પ્રતિછંદ 7 “હું જાણનાર છું” તો પર્યાયમાં આવ્યું કેઃ “હું જાણનાર છું.”
પ્રતિછંદ કે “જાણનારો જણાય છે” તો આવ્યું કે: “મને જાણનારો જણાય છે.” માટે જે વસ્તુને જાણ્યું તે તો જાણનાર છે જ; પણ જેણે જાણ્યું તે પણ જાણનાર છે. જ્ઞાન પર્યાયમાં નિશ્ચય, વ્યવહાર, પ્રમાણ આદિના વિશેષો...ભેદો...હો તો હો !! પરંતુ “હું તો જાણનાર છું.”
મારો કોઈ વિષય જ નથી, કારણ કે હું જ્ઞાનતત્ત્વ નથી; “હું તો (જ્ઞાયક ) જાણનાર છું; એટલે કે હું સ્વયં વિષયરૂપ જાણનાર છું. “પછી જાણનક્રિયામાં વિષય વિષયીનો ભેદ પણ દેખાતો નથી તેવો જાણનાર છું.” એકાકાર એકરસ...જાણનાર છું; સમરસ...જાણનાર છું; અભેદ જાણનાર છું.
હવે નિશ્ચયથી જુઓ તો જાણનાર, અને વ્યવહારથી જુઓ તો પણ જાણનાર; અને પ્રમાણથી જુઓ તો પણ જાણનાર. બધી અપેક્ષાઓથી જાણનાર; અને બધી અપેક્ષાઓથી રહિત પણ જાણનાર. “હું સ્વભાવથી જ નિરપેક્ષ જાણનાર છું” આમ જાણનાર તો જાણનાર છે.
પરોક્ષ અનુમાનમાં જાણનાર. પ્રત્યક્ષ અનુભવમાં જાણનાર, જ્ઞયાકાર અવસ્થામાં જાણનાર, સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જાણનાર. દ્રવ્યથી જાણનાર, ગુણથી જાણનાર, પર્યાયથી પણ જાણનાર. વસ્તુસ્થિતિએ જાણનાર, પરિસ્થિતિમાં પણ જાણનાર. અભેદથી જાણનાર, ભેદથી જાણનાર. ભેદાભેદથી જાણનાર. આમ જાણનાર જાણનારપણે રહેતો થકો “જાણનાર જણાય છે.”
જિજ્ઞાસાઃ “જાણનાર જણાય છે” તે વિકલ્પ છે ને?
સમાધાનઃ “ના.” “જાણનાર જણાય છે.” તે વિકલ્પ નથી. પરંતુ એ તો સ્વભાવ છે. આ તો વિકલ્પ છે! આ તો ભેદ છે!! તેમ કેમ દેખાય છે! તારી નિયત ખરાબ છે. આ મારું સ્વરૂપ છે તેમ કેમ દેખાતું નથી !! આ સ્વભાવ છે તેમ ભાવભાસનમાં લઈને સ્વભાવમાં નિઃશંક થઈ જા ! આ સાધારણ વાક્ય નથી. મહમુનિ ધર્મકીર્તિસ્થંભ શ્રુતકેવળીનું આ વચન છે બધા આની કિંમત કરજો.
જિજ્ઞાસા: “જાણનારો જણાય છે” તે સવિકલ્પ છે કે નિર્વિકલ્પ?
સમાધાનઃ “જાણનારમાં ન સવિકલ્પ દશા છે ન નિર્વિકલ્પ દશા છે. જ્ઞાન પર્યાયનો સ્વભાવ નિર્વિકલ્પ છે અને સાકાર સવિકલ્પ સ્વભાવ પણ છે. હું તો અનાદિ અનંત ત્રિકાળ મુક્ત જાણનાર છે. વળી સૌને જાણનારો જણાય છે તે નિર્વિકલ્પ પણે જણાય છે; સહજપણે જણાય છે; એના માટે વિકલ્પની ક્યાં જરૂરત છે?! આવા નિર્વિકલ્પ સ્વભાવને જાણતાં નિર્વિકલ્પ થાય છે. નિર્વિકલ્પ સ્વરૂપની વાત.....! વચનાતીત સ્વભાવની વાત...! વચનમાં આવી ગઈ છે. “ જાણનાર જણાય છે અને જાણનાર છું” તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com