________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મંગલમ્ ભગવાન વીરો, મંગલમ્ ગૌતમોગણી! મંગલમ્ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ્ !!”
અમૃતવર્ષા જાણનાર આશ્રયે જાણનારને જાણનારા; જાણનાર જણાય છે નાં જ્યોતિર્ધ:
જાણનાર જણાય છે નાં જોષીલા; જાણનાર જણાય છે નાં પારગામી; પૂ“ભાઈશ્રી”
લાલચંદભાઈ જયવંત વર્તો... જયવંત વર્તો. જાણનાર જણાય છે”નાં પુરસ્કર્તા; હે! પૂજ્યવર શ્રી ! આપે કુંદામૃત કહાનની શ્રુતામૃત સરિતામાંથી, પ્રાભૃતભાજનને જ્ઞાન મંજુષામાં અભિસિચિત કરી; પરમાગમની પવિત્ર ધારાનું બ્રહ્મ મૃદુ પ્રાસુક અર્થાત્ “ જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી.” આ સબોધાત્મક અર્ચન; જે ભવ્યજનોના કર્ણરૂપી અંજલિનું પરમામૃત છે. આવા નિકૃષ્ટકાળમાં મધુરથી મધુરમ્ દક્ષ તત્ત્વજ્ઞાનની ધોધમાર અમૃતવર્ષા વરસી. આ પરમોત્કૃષ્ટ જ્ઞાનામૃતને જે અવધારશે તે નિયમથી અલ્પસમયમાં પરમાનંદમયી સુધારસના ભાજન થશે. તેમજ અલ્પકાળમાં કૈવલ્ય શુચિતામાં નિ:શેષપણે નિમગ્ન થશે.
હું કહાનલાલ ! પરમાગમ રત્નાકરનું મંથન કરી અને આપશ્રીએ દિગમ્બર પ્રાંગણમાં જૈનદર્શનની અનેક નિધિઓની રત્નાવલી વરસાવી છે. પ્રતિ સમય ઉધોત થતાં જ્ઞાનમાર્તડમાંથી નવાં નવાં ઉન્મેષોની અમી સહજ તીર્થપણાને આવિષ્કૃત પામી છે. તેમજ ધર્મનું અધિષ્ઠાન સ્થાપતી અને ચિત્તભૂમિને મનોહર કરતી આપની દિવ્ય વાણી જયવંત વર્તે છે. આ સરસ્વતીની સર્વજ્ઞ સાથેની સીધી સંધિ વણાયેલી છે. આનો પાયો ઘણો ઘણો ઊંડો છે. ભાવલિંગી સંતોની પાછળ વન જંગલમાં ભમતાં જે વાત મળવી દુર્લભ છે; તે વાત અમોને ઘરબેઠાં પ્રાપ્ત થઈ છે.
જાણનાર જણાય છે” તે પૂર્ણતાને લક્ષે જ પ્રસ્થાન છે. વળી “જાણનાર જણાય છે” તે પૂર્ણતાને લક્ષે જ અંતઃસ્થાન છે. તેથી સર્વ જિનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિનો સંક્ષિપ્તસાર અને અમારા નિજ સ્વસંવેદનનો સાર આટલો જ છે કેઃ “હું જાણનાર છું, કરનાર નથી, જાણનારો જણાય છે ખરેખર પર જણાતું નથી.” આમાં બાર અંગ અને ચૌદપૂર્વના સારને સંક્ષે પવાની પરાકાષ્ટા રહેલી છે. અને આ સાથે શ્રીમદ્દજીનું સૂત્ર યાદ આવે છે કેઃ “આગમનો મર્મ જ્ઞાનીઓનાં હૃદયમાં સમાયેલો છે.” આ સૂત્રને આપશ્રીએ પરિપૂર્ણપણે સત્યાર્થપણે... અને વિશદપણે... સ્પષ્ટ કરેલ છે.
(૧) “જાણનાર જણાય છે” તે સૂત્રમાં કેટલા ભાવો સમાયેલા છે તે બતાવનાર પૂ. ભાઈશ્રી: જેમ સમયસારની છઠ્ઠી ગાથાના પહેલા પારામાં “જ્ઞાયક' શબ્દ છે; અને બીજા પારામાં “જ્ઞાયક'
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com