________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
પ્રતિતિ પવાર્થભાતિવા યત્રા”
તેથી સિદ્ધ થાય છે કે બહિર્મુખ જ્ઞાનમાંય ખરેખર પર જાણવામાં આવતું નથી; તેમજ અંતર્મુખ જ્ઞાનમાંય ખરેખર પર જાણવામાં આવતું નથી. શ્રી સમયસારજીશાસ્ત્રમાં કહ્યું છે કે: આત્મઘાતી ! આત્માને તો જાણતો નથી; પરંતુ આત્માના અસાધારણ લક્ષણને પણ જાણતો નથી. જ્ઞાનનાં અસાધારણ લક્ષણને જાણેને તો પણ આત્મજ્ઞાન ઉદિત થઈ જાય તેવો આ સર્વસ્વ જ્ઞાન સ્વભાવ છે.
આપશ્રીએ અનંત કરુણા કરીને ખરેખરનું રહસ્ય પ્રકાશ્ય છે. આ વાત દાંડી પીટીને કહી છે. ખરેખર પર જણાતું નથી પરંતુ પરનો પ્રતિભાસ થાય છે; તેમાં જ્ઞાતા-શેયની ભ્રાંતિનો નિષેધ થાય છે. “હું જાણનાર છું અને જાણનારો જણાય છે” તેમાં જ્ઞાતાશયનો ભેદ વિલય પામીને અભેદનો અભેદભાવે અનુભવ થાય છે.
આમ જ્ઞાન સ્વભાવનું ઊંડાણમય રહસ્ય ન સમજાવ્યું હોત તો પ્રતિભાસનું સ્વરૂપ ન સમજાત અને લક્ષનું સ્વરૂપ પણ ન સમજાત. લક્ષનાં સ્વરૂપને સમજ્યા વિના પરને જાણતો નથી તેવો નિષેધ ન આવત. વળી પ્રતિભાસના સ્વરૂપને સમજ્યા વિના ભેદજ્ઞાનની વિધિમાં કેવી રીતે આવત !! અને ભેદજ્ઞાનની વિધિમાં આવ્યા વિના સ્વાનુભવમયી જ્ઞાનત્વ કેવી રીતે પ્રગટત?!
(૧) “Short and Sweet” એવું આ નાનકડું સૂત્ર એટલે પૂ. ભાઈશ્રીનું હૃદય આ સૂત્રની અંદરની ઊંડાણતા, માધુર્યતા અને ગહનતારૂપ સિદ્ધાંતોનો સાગર કેવો લહેરાય રહ્યો છે !!
* “હું જાણનાર છું” તે ધ્રુવ દળની ઊંડાણતા છે. *“ જાણનાર જણાય છે” તે આત્માની (જ્ઞાનની) માધુર્યતા છે.
* “ખરેખર પર જણાતું નથી” તે પરાકાષ્ટારૂપ અધ્યાત્મની ગહનતા છે. આ નાનકડા સૂત્રમાં બાર અંગ કેવી રીતે સમાયેલા છે; તેની એક ઝલક... “અમૃતવર્ષા”માં આલેખિત કરેલ છે.
(૨) જીવ પ્રમાણની બહાર જાય તો પરથી એકત્વબુદ્ધિ. જીવ પ્રમાણમાં અટકે તો પર્યાયથી એકત્વબુદ્ધિ. તો શું કરવું? દ્રવ્યના પ્રમાણમાંથી દ્રવ્યના નિશ્ચયમાં આવવું. પર્યાયના પ્રમાણમાંથી પર્યાયનાં નિશ્ચયમાં આવવું. તે કેવી રીતે આવવું! તેનું વિસ્તૃત વર્ણન “અસ્તિનાતિ ભેદજ્ઞાન દ્વા૨માં” લીધેલ છે. અનાદિકાળથી અજ્ઞાની પ્રાણીને પ્રમાણનો પક્ષ હોવાથી... પ્રમાણનું જ લક્ષ રહ્યા કરે છે. હવે પ્રમાણમાંથી નયમાં કેવી રીતે આવવું; અને નયપૂર્વક પ્રમાણજ્ઞાન કેવી રીતે થાય!! તેનું આગમ અધ્યાત્મનું સુંદર વિવેચન આ ભેદજ્ઞાનદ્વારમાં લીધેલ છે. | મારી પ્રજ્ઞાની અલ્પ યોગ્યતા હોવા છતાં એક નમ્રપણે સાહસયુક્ત પ્રયાસ કરેલ છે. ભવ્યાત્માઓને સંસાર પરિણામથી પાછાવાળી ક્ષણવારમાં મોક્ષમાર્ગ સન્મુખ સહેજે દોરી જાય તેવી સચોટ વાત ધર્મ-ધુરંધર આચાર્યો, જ્ઞાનીઓના આગમનાં આધારથી રજૂ કરેલ છે. આશા છે કે આ પ્રકરણથી ભવ્યોને ભેદજ્ઞાન જ્યોતિમાં તીક્ષ્ણતા અને બળવંતતા થશે.
હે! પૂ. ભાઈશ્રી ! આપની દિવ્ય વાણીમાં આવતો એક એક ન્યાય સ્વાનુભવમયી અતીન્દ્રિયધારાનો અભિષેક પામીને જ મુખરિત થતો હતો. આપનું જીવન જ “ જાણનાર જણાય છે”નું સાક્ષાત જ્વલંત ઉદાહરણ છે. એક એક વચનામૃત જૈનદર્શનના મૂળ સિદ્ધાંતને મૂળમાંથી નિખિલિત કરે છે. “જાણનારો જણાય છે” તે આનંદનું મૂળ સ્ત્રોત છે; તેથી “જાણનાર જણાય છે”નાં એક એક વચનામૃતમાંથી આનંદનાં ઝરણાં ઝરે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com