________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
સંપાદકીય કલમે મંગલાચરણ
“જાનૂં મૈં જાનનારા... દેખું મૈં દેખનહારા...
શાશ્વત ચેતન ભગવાના... બસ યહી સમયકા સારા..
જૈનદર્શનની પ્રાચીનતા એ છે કે “ જાણનારો જણાય છે.
', '
જૈનદર્શનની અર્વાચીનતા એ છે કે “ જાણનારો જણાય છે.
જૈનદર્શનની સમીચીનતા એ જ છે કે “ જાણનારો જણાય છે.”
"L
અને “જાણનારો જણાય છે” તે જ તો જૈનદર્શનની અનુપમતા છે ને!? આમ સક્લ સાધ્યની સિદ્ધિનો એકમાત્ર ઉપાય “ જાણનારો જણાય છે” તે જ છે.
,,
66
જેમ ‘જાણનારો જણાય છે' તે ધ્રુવ સ્વભાવની ધ્રુવ ભૂમિમાં ધ્રુવતાથી પ્રતિષ્ઠિત છે; તેમ ‘જાણનારો જણાય છે’ તેવી મંગલમયી ભૂમિમાં જ મંગલમયી સમ્યક્દર્શનનું અવતરણ થાય છે. આમ જાણનાર જણાય છે” તે નિજાનંદ મધુવનની માધુર્યતા છે.
66
“જાણનારો જણાય છે” તે એવો સુરંગનો ભૂગર્ભ માર્ગ છે કે જેનો બીજો દરવાજો સીધો મોક્ષમાં ખૂલે છે. “ જાણનાર જણાય છે” તે એવા ગંભીર સાગરનું ગંભીર સૂત્ર છે કે જેમાંથી સેંકડો સિદ્ધાંત નીકળે છે. હે! પૂ. ભાઈશ્રી આપે તો સિદ્ધાંતોની ગંગોત્રી વાવી છે. જે માત્ર સ્વસંવેદન પ્રત્યક્ષ સ્વભાવ છે; તેવા અથ્ય સ્વભાવનાં વિધાનોને વિદિત કરી “ જાણનાર જણાય છે”ના જ્ઞાનદીપક પ્રગટાવ્યા છે.
સંતો કહે છે કેઃ ક્દાચ તું સ્વભાવ સુધી ન પહોંચી શક્તો હો તો અમે તને સ્મરણ કરવાની ક્યાં ના પાડીએ છીએ!
66
સ્મરણ → જાણનારો જણાય છે ” સ્વભાવ →
“ હું જાણનાર છું
“જાણનાર જણાય છે” તેમાં દૂર રહીને આત્માને જાણતો હતો; પરંતુ “હું જાણનાર છું” તેમાં જાણનાર થઈને જાણનારને જાણ્યો. “ જાણનાર છું ને જાણનાર જણાય છે” તે વાતની કેટલી કિંમત ભાસી હશે ! તેમાં કેટલો ભગવાન આત્મા ઊર્ધ્વ થતો દેખાતો હશે!! તેમાં કેટલી ચોટ લાગતી હશે!! કે: આ મહાપુરુષ જીવનના અંત સમય સુધી બે વાત જ કર્યા કરી.
“હું જાણના૨ છું; ક૨ના૨ નથી. ”
જાણનારો જણાય છે, ખરેખર ૫૨ જણાતું નથી.
આ સ્વાનુભવમાંથી આવેલા ભાવો આગમમાંથી તેમજ પૂ. શ્રી સદ્ગુરુદેવની પરમાગમ પ્રવચન ધારામાંથી સહજ મળી જાય છે. કારણ કેઃ “ અનંત જ્ઞાનીઓનો અભિપ્રાય એક જ હોય છે.” તે દિવ્ય પુરુષની દિવ્ય વાણીની એક ઝલક.
,,
જાણનાર જાણનારની પર્યાયને જ પ્રકાશે છે રાગાદિને નહીં. પાછો વળતો નથી... ત્યાં બારને બારની નજરું.
* આહા ! હજી તો બહાર કરવાની નજરું એક વાત.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com