________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
ઉતારનાર છે.
વળી “જાણનાર જણાય છે, ખરેખર પર નહીં”, આ સૂત્રનાં પરિણાનપૂર્વક દરેક વચનામૃતોને વિધવિધ ન્યાયથી.. વિધ વિધ તર્કથી... વિધવિધ દૃષ્ટિકોણથી આ એક જ સૂત્રનું પ્રતિપાદન હોવાથી; આ પુસ્તકનું નામ અસ્તિપરક “જાણનારો જણાય છે” રાખેલ છે. પહેલી કહેવત છે કે “યથાનામ તથા ગુણ.” જૈનદર્શનની આ ભવ્યકૃતિને મુમુક્ષુગણ સમક્ષ મૂકતાં અત્યંત હર્ષ થાય છે.
શ્રી સમયસારજીમાં કર્તા બુદ્ધિના નાશ માટે ઉત્કૃષ્ટ ન્યાય આપ્યો કે: “તદરૂપો ન ભવતિ'. તે રૂપે થતો નથી માટે કર્તા નથી. તે જ સિદ્ધાંત શ્રી સેટિકાની ગાથામાં ઉતારવો. પરને કેમ જાણતો નથી? તન્મય થતો નથી માટે જાણતો નથી. પરમાં તન્મય થાઉં તો પરને જાણું ને?! આમ કર્તબુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિના નાશનો ન્યાય સરખો આપ્યો. જે જેનું હોય તે તેને જ પ્રસિદ્ધ કરે.
ચારે બાજુથી આ મહાપુરુષે સંશોધન કરીને કેવો માલ આપ્યો છે. કોઈ જીવ પ્રતિભાસનાં સ્વરૂપને વિચારે તો પણ ભેદજ્ઞાન. લક્ષના સ્વરૂપને વિચારે તો પણ ભેદજ્ઞાન. અને જ્ઞાનના મૂળ સ્વભાવને વિચારે તો પણ ભેદજ્ઞાન.
એક વખત દેવલાલીમાં પૂ. ભાઈશ્રીને કોઈ મુમુક્ષુભાઈએ પ્રશ્ન પૂછેલો કેઃ સમયસારને ભાવથી ભણવું એટલે શું?! પૂ. ભાઈશ્રીએ કહ્યું! “હું તો જ્ઞાનાનંદ એક આત્મા જાણનાર.... જાણનાર... જાણનાર છું. આહા ! મને તો “ જાણનાર જણાય છે. પ્રત્યક્ષ થવા પહેલાં મને પરોક્ષમાં “ જાણનાર જણાય છે તેને ભાવથી ભણું કહેવામાં આવે છે.
આમ આ ગ્રંથમાં સ્વાનુભવ પ્રગટ કરવાનો અત્યંત સુગમ અને સરલ પંથ બતાવ્યો છે. તે ભિન્ન ભિન્ન કોટીના આત્માર્થી જીવોને અત્યંત ઉપકારી છે. જે કોઈ આત્માર્થીજન અતિશય ઉલ્લસિત વીર્યપૂર્વક આ વચનામૃતબિંદુઓનો ઊંડો “નિજી” સ્વાધ્યાય કરશે અને તેમાં રહેલા ભાવોને ભાવભાસનમાં લેશે તો અવશ્ય પરમાનંદને પામશે જ.
જેમ સિદ્ધ ભગવાનની પૂજાના અધ્યું ૧OO૮ છે. વળી શ્રી અરિહંત ભગવાનના શરીરના ચિન ૧OO૮ હોય છે. તેમજ અરિહંત ભગવાનના નામો પણ ૧OO૮ જોવા મળે છે. તેમ
જાણનારો જણાય છે' તે ભેદજ્ઞાનની મૌક્તિક માળાના ૧OO૮ મણકા “શ્રીકારના” રૂપમાં છે. જેમ બાલ તીર્થકરનો જન્માભિષેક પણ સૌધર્મ આદિ દેવો દ્વારા ૧OO૮ કલશ વડ થાય છે. તેમ જાણનાર જણાય છે”નાં ૧OO૮ બોલ “મંગળ કલશ' છે.
અમારું પ્રથમ પુષ્પ જ્ઞાનથી... જ્ઞાનનું... ભેદજ્ઞાન તેમજ દ્વિતીય પુષ્પ દ્રવ્યસ્વભાવ.. પર્યાય સ્વભાવ તે બને પુસ્તકોમાં જે “જાણનાર જણાય છે” તે વચનામૃતોને આ પુસ્તકમાં લીધેલા નથી તેથી સ્વાધ્યાય પ્રેમીઓ આ વચનામૃતનાં સ્વાધ્યાયની સાથે સાથે આગળના બન્ને પુસ્તકોમાંથી પણ “જાણનાર જણાય છે” વચનામૃતોનો સ્વાધ્યાય કરે તેવી વિનંતી છે.
આજથી લગભગ દશ વર્ષ પહેલાં “જાણનાર જણાય છે”નાં વચનામૃતોને મારા નિજ સ્વાધ્યાય માટે એકત્રિત કરવાનો મેં નિર્ણય કરેલો. પૂ. ભાઈશ્રીનાં પ્રવચનોમાંથી; જાહેરચર્ચામાંથી; ખાનગી ચર્ચાઓમાંથી... ઓડિયો કેસેટોમાંથી.. વિડિયો કેસેટોમાંથી વચનામૃતો એકઠાં થતાં ગયાં; અને આ સાથે “ટીપે ટીપે સરોવર ભરાય.” તે કહેવતની આ ધન્ય પળે... ધન્ય ઘડીએ... પુસ્તકાકાર સુઅવસરે સાર્થકતા ભાસી છે. વખેરાયેલા મોતીઓને પુસ્તકરૂપી માળામાં ગૂંથાયેલા જોઈ મને સુખદ આશ્ચર્ય થાય છે. મારી મનોર્મિઓ સાનંદથી ખીલી ઊઠી છે. “જાણનારો જણાય છે” આ કૃતિમાં બાર અંગ અને ચૌદ પૂર્વનો સાર ભર્યો છે. “સાગરને ગાગરમાં”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com