________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
- ૨૨ જણાતું નથી તેમાં સકલ દોષનો પરિહાર થઈ આત્માનુભવ થાય છે. પરનો પ્રતિભાસ અનુભવમાં બાધક નથી, પરંતુ પરના પ્રતિભાસનું લક્ષ બાધક છે. આ રીતે ખરેખરનો ખરેખર અર્થ છે.
જ્ઞાન “ખરેખર' પરને નથી જાણતું તેમાં જ જૈનદર્શનનો અંદરનો નિશ્ચય-વ્યવહાર સિદ્ધ થઈ ગયો. હવે જો જ્ઞાન પ્રતિભાસરૂપ જ્ઞયાકાર ધર્મને પણ જાણતું ન હોય તો જ્ઞાનીનો વ્યવહાર ખોટો પડી જાય છે. જેમકે શ્રેણિક મહારાજા ૮૪ હજાર વર્ષ પછી તીર્થંકર થવાના છે તે કેવળજ્ઞાનમાં આવ્યું ને? છે.... તો આ વ્યવહાર !! પણ.... આ વ્યવહાર પણ વ્યવહારપણે સાચો છે ખોટો નથી. જો કોઈ આ વ્યવહારને ઉડાડશે તો પછી કેવળીનાં જ્ઞાનમાં જે આવ્યું તે ખોટું ઠરશે.
શ્રી સમયસારજી ગાથા ૧રમાં પ્રતિભાસની સિદ્ધિ કરવા જણાયેલો પ્રયોજનવાન કહ્યું છે. આમ સિદ્ધ થાય છે કે ખરેખર શબ્દ પ્રતિભાસનાં સ્વરૂપને સિદ્ધ કરવા માટે છે. વળી પ્રતિભાસમાં માત્ર પ્રતિભાસ જ સમજાવવો છે. કારણ કે જે સાધક થયો તેને તે કાળે જણાયેલો પ્રયોજનવાન છે, જે સંસ્કૃતમાં “પરિજ્ઞાયમાન; તાત્વે પ્રયોગનવાન” લખ્યું છે. આમ “ખરેખર” પર નથી જણાતું તેમાં જ પ્રતિભાસની અપૂર્વ સિદ્ધિ થઈ ગઈ.
આત્માર્થી જીવોને આવો પ્રશ્ન થઈ શકે છે કે તમે ખરેખર' પર જણાતું નથી તે તમે કયા ન્યાયથી કહો છો? તેનું લોજીક શું છે?
(૧) ન્યાય: જ્ઞાન પરમાં તન્મય થતું નથી તે ન્યાયથી સિદ્ધ થાય છે કે જ્ઞાન ખરેખર પરને જાણતું નથી. જ્ઞાન જ્ઞાયકથી તાદાભ્યતા છોડતું જ નથી માટે જ્ઞાન જ્ઞાયકને જ જાણે છે. જ્ઞાન પર જ્ઞયોમાં તદ્રપ થતું નથી માટે “ખરેખર” પરને જાણતું નથી. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન આત્માને જ જાણે છે અર્થાત્ જ્ઞાન તે આત્મા જ છે.
(૨) ન્યાય: વાસ્તવિકપણે તો બધાને જ્ઞાન જણાય છે. હવે પરની સન્મુખ થઈને જાણવાનો નિષેધ છે, પરંતુ જ્ઞાન સ્વચ્છતાનો નિષેધ નથી. આ વાત અપ્રચલિત છે. પરનું લક્ષ કરીને જાણે છે તેમાં બહિર્મુખતા છે, અને પર જ્ઞયો માત્ર પ્રતિભાસે છે તેમાં તો જ્ઞાન જ્ઞયોથી વ્યાવૃત થતાં જ જ્ઞાન અંતર્મુખાકાર પરિણમી જાય છે. તેથી પ્રતિભાસને મુખ્ય રાખીને પછી પરને જાણે છે... પર જણાય છે.... તેવા જિનવાણીનાં કથનનો આશય સમ્યક્ પ્રકારે સમજાય છે. આ રહસ્ય ન સમજે તો જ્ઞાન બહિર્મુખ જ રહે છે.
(૩) ન્યાય: “ખરેખર માં પરનો પ્રતિભાસ રહી જાય છે અને સામાન્ય જ્ઞાયકભાવનું લક્ષ થઈ જાય છે. પરનો-લોકાલોકનો પ્રતિભાસતો સ્વચ્છતામાં રહી જાય છે પરંતુ પરનું લક્ષ છૂટી જાય છે. લક્ષ લોકાલોક ઉપર હોય તો અજ્ઞાન!! લક્ષ આત્માનું અને પ્રતિભાસ બેનો થાય છે. કેવળીની જેમ સાધકને પણ પ્રતિભાસ બેનો થાય છે અને લક્ષ એક શાયકનું હોય છે. અજ્ઞાનીને પ્રગટ થતા ઉપયોગમાં પ્રતિભાસ બેનો છે પણ લક્ષ એકાંતે પરનું છે. આમ જીવમાત્રને પ્રતિભાસ બેનો હોવા છતાં તેનું લક્ષ કયાં છે? પર ઉપર છે? કે સ્વ ઉપર છે? તેનાં ઉપર બંધમાર્ગ મોક્ષમાર્ગ નિર્ભર છે.
આમ “ખરેખર' પર નથી જણાતું તેમાં જિનાગમના જ્ઞાનસ્વભાવનું તેમજ જ્ઞાનસામર્થ્યનું સમસ્ત રહસ્ય પ્રકાશિત થયું. આગમની વાતોનો સ્વીકાર અને આગળ વધતા તે પ્રતિભાસરૂપ, સ્વપર પ્રકાશક વ્યવહાર રૂપ પર્યાયને પણ જાણવાનો નિષેધ થતાં જ સ્વસમ્મુખતાનો ઉત્પાદું થાય છે.
* “ જાણનાર જણાય છે... અને ખરેખર પર જણાતું નથી તેમ કહીને તો પરનો પ્રતિભાસ રાખ્યો છે અને પરનું લક્ષ છોડાવ્યું છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com