________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩
નહીં પણ એક પ્યાલામાં સંક્ષેપી (સમાવી) દીધો છે. આ ગાઢ અમૃતનો પ્યાલો ભવ્યાત્માઓ આસાનીથી “પી” શકે તેવો છે.
આ રચનામાં કેવળ પ્રેક્ટિકલ તેમજ અનુભવની પ્રધાનતા રહેલી છે. આ ગ્રંથમાં ઉપદેશની મુખ્યતા નથી. સાધ્યની સિદ્ધિ પ્રયોજનની સિદ્ધિ તતક્ષણ કેમ થાય! તેની ઉપાદેયતાપૂર્વક આ કૃતિનું સર્જન થયું છે. આ મંગલમયી પરમ પવિત્ર વચનામૃતો રૂપ મણકાઓને માળામાં પરોવી અને ગ્રંથરૂપે પ્રકાશિત કરવાનો અમારી સંસ્થાએ જે નિર્ણય કર્યો છે તે ખરેખર ખૂબ જ પ્રશંસનીય અને પ્રમોદનીય છે.
આ પુસ્તક પ્રકાશનમાં મને પ્રત્યક્ષ રૂપથી કે પરોક્ષ રૂપથી જે સહ્યોગ પ્રાપ્ત થયો છે તે બધાની હું આભારી છું. આ પુસ્તકના સંકલન અને સંપાદકીય કાર્યમાં મને પ્રોત્સાહિત કરવામાં આત્માર્થી વડીલ શ્રી શાંતિભાઈ ઝવેરીનો આત્માર્થી નવીનભાઈ બોઘાણીનો તેમજ આત્માર્થી ચેતનભાઈનો હું અંતઃકરણથી આભાર માનું છું. આ અગાઉનાં બન્ને પુસ્તકોમાં તેમજ આ પુસ્તકમાં જેમનાં દ્વારા સુંદર માર્ગદર્શન પ્રાપ્ત થયાં છે તેવા આત્માર્થી બહેનશ્રી શૈલાબેન બોઘાણીની
અનિચ્છા હોવા છતાં.. હું અંત:કરણપૂર્વક આભાર પ્રદર્શિત કર્યા વિના રહી શકતી નથી. વળી જેમણે મને એક માતુશ્રી તરીકે સદાય વાત્સલ્ય આપ્યું છે તેમજ મારા દરેક કાર્યમાં મારી સાથે જ ઉભા છે તેમજ મારી અલગ અલગ ડાયરીમાં પડેલા બોલ ને એક ડાયરીમાં લખી આપવા બદલ આત્માર્થી ચંદનબેન પુનાતરનો હૃદયથી આભાર માનું છું.
આ ગ્રંથનું સંકલન અને સંપાદન કરવાથી મને જે અંતરંગ લાભ પ્રાપ્ત થયો છે તે અવર્ણનીય છે. આ કાર્ય મેં મારા નિજ સ્વભાવની પુષ્ટિ તેમજ દેવ-ગુરુ-ધર્મની યથાર્થ પ્રભાવનાના હેતુથી કરેલ છે. આ મહાનકાર્ય પૂ. ગુરુદેવશ્રી તેમજ પૂ. ભાઈશ્રીના પુણ્યોદયથી તેમજ મુમુક્ષુ ભાઈ–બહેનોના સહ્યોગથી પૂર્ણ થયેલ છે.
આ ગ્રંથની આદિથી પૂર્ણતા સુધીના મારા પ્રેરણાસ્ત્રોત પૂ. ગુરુદેવશ્રી તેમજ પૂ. ભાઈશ્રી છે. તેઓશ્રીના મંગલ આશિષથી આ કાર્ય પરિસંપન્ન થયું છે. અંતમાં “જાણનારો જણાય છે” પુસ્તકરૂપી પુષ્પમાળા પૂ. ગુરુદેવશ્રીનાં તેમજ પૂ. ભાઈશ્રીનાં ચરણયુગલમાં સવિનય સાદર ભાવથી સમર્પિત કરું છું. સર્વે સત્પુરુષોનાં... ચરણની અનુરાગી..!
બા. બ્ર. શોભનાબેન જે. શાહ
(રાજકોટ)
દરેક જીવ જો કે પોતાની પર્યાયના સામર્થ્યને જ જાણે છે. પરંતુ તેને પોતાના જ્ઞાનનો ભરોસો આવતો નથી તેથી તે પરનું બહુમાન કરવામાં રોકાય છે અને અને ભૂલી જાય છે; પરંતુ “હું મારા જ્ઞાનસામર્થ્યને જાણું છું. પરને હું ખરેખર જાણતો નથી, અને મારું જ્ઞાનસામર્થ્ય તો પરિપૂર્ણ છે ”, એમ સ્વનો મહિમા આવે તો કોઈ પરનો મહિમા આવે નહીં.
(આત્મધર્મ અંક નં. ૨૬ પેજ નં. પ૭) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com