________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધી ગ્રહસ્થાવાસમાં રહ્યા, અંતે તે વાતની સ્પષ્ટતા થતાં આયુષ્ય મર્યાદા વિશેષ હતી, માટે કુર્મા પુત્રે રજોહરણ અને મુખવસ્ત્રિકારૂપ વ્યવહાર સાધુને વેષ અંગીકાર કર્યો. આ ઠેકાણે સમજવું કે, તેમને નિશ્ચય ચારિત્ર પ્રાપ્ત છતાં, પણ ઉપદેશાધિકાર તથા અનાદિકાળની સ્થિતિ જાળવવા અને તેથી અનેક જીને લાભ થાય, માટે વ્યવહારથી સાધુને વેષ અંગીકાર કર્યો. વ્યવહારમાં વ્યવહાર સાધુપણું બળવાનું છે, વ્યવહાર સાધુત્વ અંગીકારથી નિશ્ચય સાધુત્વ પ્રગટવું એ તો રાજમાર્ગ છે, અને એ માર્ગ સર્વ જગત જેને અવલંબનીય છે. અને તેથી સિદ્ધાંતકારે કહ્યું છે કે –
થા. एगदीवसंपि जीवो, पव्वज्जमुवागओ अनन्नमणो॥ जइवि न पावइ मुख्ने, अवस्त वेमाणिओ होइ ॥१॥ कंचणमणि सोवाणं, थंभसहस्सभूसियं सुवन्नतलं ॥
जो कारिज जिणहरं, तओवि तव संजमो अहिओ ॥२॥ - ભાવાર્થ-જે કઈ ભવ્ય જીવે એક દીવસની પણ અનન્યચિત્તથી દીક્ષા અંગીકાર કરી હોય, તે જે કદાપિ મુક્તિ પામે નહિ તે પણ અવશ્ય આરાધક હેવાથી, વૈમાનિક થાય છે. કેઈ મનુષ્ય સહસ્ત્ર તંભથી શોભાયમાન સુવર્ણ તથા મણિમય જીનમંદિર કરાવે, તેથી પણ તપ અને સંજમ
For Private And Personal Use Only