________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદમાં જે જણાવ્યા છે, તેનું લક્ષણ પ્રથમ બાલાજીના અર્થે કહેવામાં આવે છે. સાધુરૂપ ગુરૂનું લક્ષણ કહેવાનું પ્રોજન એ છે કે, શ્રી સાધુ મહારાજનું એાળખાણ થાય. અને તેમનું ઓળખાણ થતાં, તેમની વિનયભક્તિ થશે. અને તેમની વિનયભક્તિથી જ્ઞાન મળશે, અને જ્ઞાનથી સમકિતની પ્રાપ્તિ થશે. ઉત્તરોત્તર આત્મા પરમાત્મ અવસ્થા સમુખતાને ભજશે. જે કઈ સાધુ પરંપરાગમ પ્રાપ્ત કરી, પંચમહાગ્રત ગુરૂ પાસે ઉચ્ચરી, રજોહરણ અને મુખવસ્ત્રિકારૂપ યતિલિંગને ધારણ કરે અને જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તેમજ વિચારનું સમ્યગ્રીત્યા દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે રક્ષણ કરે, અને સ્વાત્મ સન્મુખતાને ભજે, એવા મુનિરાજ વ્યવહારથી સાધુ કહેવાય છે. વ્યવહારથી કથિત મુનિ વેષથી જીવ ઉપાધિ માર્ગથી ન્યારે રહેવા પ્રયત્ન કરે છે. પણ સારૂ જન્મે એમ પણ કહ્યું છે. માટે વેષ પણ ભાવ મુનિગુણ પ્રાપ્ત કરવામાં ઉપકારક છે. શ્રી તીર્થકર ભગવાન્ પણ ગૃહસ્થાવાસને ત્યાગ કરી, વ્યવહાર સાધુપણું ગ્રહણ કરે છે. કેઈ ગૃહસ્થ ભાવમુનિના ગુણ સ્પર્શ ભાવચારિત્ર પ્રાપ્ત કરી, કેવળજ્ઞાની બને, અને તેનું આયુષ્ય વિશેષ હેય તે, અવશ્ય તેવા કેવલજ્ઞાનીને રજોહરણ અને મુખવસ્ત્રિકા ધારણ કરવી પડે છે. શ્રીકુર્મા પુત્રને ગૃહસ્થાવાસમાં કેવલજ્ઞાન થયું, અને છ મહીના
For Private And Personal Use Only