________________
(૧૫)
આ મંગલાચરણમાં ગુરુ અને ઈશ્વર બેનો અભેદ છે તેવો ભાવ પણ છે. તેથી અર્થ એમ પણ થઇ શકે કે શ્રીહરિ જે પરમાનન્દસ્વરૂપ, જગતનિયંતા, સર્વવ્યાપક અને સર્વલોકનું કારણ છે (તેના) ઉપદેશકને હું નમન કરું છું.
ભગવાન શંકરાચાર્યની વિવેકી અને નમ્ર દ્રષ્ટિમાં ગુરુ એ જ બ્રહ્મા, વિષ્ણુ = હરિ અને મહેશ્વર છે અને તે જ સાક્ષાત્ પરબ્રહ્મ પણ છે. તેમની આત્મદ્રષ્ટિમાં નથી ભેદ કે ભ્રાંતિ. તેથી તેમણે “તેં અહમ્ નમામિ” કહ્યું. પણ નમનમાં તેમનો અર્થ માત્ર શરીર ઝુકાવવાનો નથી. ‘ન-મન’ જ્યાં મન નથી અર્થાત્ અહંકાર નમી ગયો છે, ઓગળી ગયો છે; જ્યાં હું નથી તો મારું ક્યાં? તેવી જ્ઞાનપૂર્વકની નમ્રતા તે નમન. તે નમે છે શ્રીહરિ અને તેના ઉપદેશક ગુરુને. આમ એક કાંકરે બે પક્ષી મારી ગુરુદેવ અને પરબ્રહ્મરૂપ શ્રીહરિ બંનેને વંદન કરે છે. ભગવાન શંકરાચાર્યની સમત્વદષ્ટિમાં “ગુરુ સાક્ષાત્ ાં બ્રહ્મ” છે. અને “શ્વર-ગુરુમાં ભેદ લગાર
ન માને તે સમજે સાર.’
શ્રીહરિને નમન કરી ભગવાન શંકરાચાર્ય એવું સ્પષ્ટ સૂચન સંકેત કરે છે કે તેમને મન હરિ = વિષ્ણુ પણ પૂજ્ય છે અને શંકર પણ પૂજ્ય છે. તેમનું અદ્વૈતાનુભૂતિનું જ્ઞાન સંપ્રદાયની દીવાલોમાં કેદ નથી; એટલું જ નહીં તેમની સાંકેતિક ભાષાથી સ્પષ્ટ થાય છે કે વાડાઓમાં, ધર્મના પ્રપંચ-પંથોમાં, સંપ્રદાયોના સીમાડામાં રહેનારને સત્ય કદી નહીં સમજાય. માટે તેમણે શ્રીહરિને પણ વંદન કર્યા છે અને ભગવાન શંકરની સ્તુતિ પણ કરી છે અને અધિકારી ભેદને લક્ષ્યમાં રાખી શક્તિ ઉપર સ્તોત્રો પણ લખ્યા છે; વેદાંતના સાધક અને મુમુક્ષુ માટે ‘પરાપૂજા’ પણ લખી અને ‘માનસપૂજાની’ રચના પણ કરી અને સામાન્ય કક્ષાની વ્યક્તિને પ્રેરણા આપવા ‘ચર્પટ પંજરિકા’ સ્તોત્ર રચ્યું. “મનોવિન્દમ્ મન ગોવિયમ્ ગોવિન્દમ્ મન મૂળમતે” તેવું ઉપદેશાત્મક સ્તોત્ર પણ સમાજને અર્પણ કર્યું. તેમણે શબ્દોને છોડી સારને અને વિવાદને ત્યાગી વિવેકને જ મહત્ત્વ આપ્યું છે. તેમણે સૌની સ્તુતિ કરી, સૌને વંદન કર્યા. કારણ, તેમને મૂર્તિના બાહ્ય આકાર કરતાં તત્ત્વમાં જ રસ છે, છતાં નમન કરવાનું કોઈને ચૂક્યા નથી. વ્યષ્ટિને સમષ્ટિમાં ડુબાડી દેવું. વ્યક્તિને વિરાટમાં ગુમનામ કરવી તે જ સાચું નમન છે અને તેવું નમન જ ભગવાન શંકરાચાર્યને અભિપ્રેત છે.