________________
(૧૩)
(૭) કાચના વાસણમાં પાણી ભરી તેમાં ઊભી કરેલી લાકડી દૂરથી વાંકી દેખાય છે. બિચારી લકડીનો ક્યાં છે વાંક! તે જેવી છે તેવી નથી દેખાતી તેના સ્વરૂપને કુરૂપ કરવાનો કોણે આપ્યો પરવાનો કહોને! અરે, સૃષ્ટિનું પણ તેવું છે. તે ખરેખર જેવી છે તેવી જણાતી નથી, પણ ોનારાને પોતાના પ્રમાણ જેવી, દ્રષ્ટિ જેવી, સરળ કે વક્ર દેખાય છે.
સાર માત્ર એટલો જ કે અનુભવ એ જ્ઞાન નથી અને આત્મજ્ઞાન એ પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવનો વિષય નથી. આપણા અનુભવો મર્યાદિત છે. કારણ, અનુભવ પ્રાપ્ત કરાવનાર સાધન કે પ્રમાણ ઇન્દ્રિય કે મન અંતવાન છે. તે કદી અનંતની યાત્રા કરી શકે નહીં. પણ જો કોઇ જ્ઞાનરૂપી અનુભવ હોય કે જે જ્ઞાનમય અનુભૂતિમાં શાતા, જ્ઞેય અને જ્ઞાનની ત્રિપુટી સમાપ્ત થઈ ગઈ હોય તો તેવી અનુભૂતિ જ માત્ર અનાદિ અનંતને સ્પર્શ કરીને પોતે પણ અનંત અનાદિ અનુભૂતિ થઈ શકે. અને તેર્વો જે જ્ઞાનરૂપી અનુભવ છે તેને જ અપરોક્ષ અનુભૂતિ નામ આપવામાં આવે છે.
અપરોક્ષાનુભૂતિને જ બ્રહ્માનુભ વ, અભેદાનુભવ, અદ્વૈતાનુભવ કહે છે. અપરોક્ષ અર્થાત્ સાક્ષાત્ અને અનુભૂતિનો અર્થ છે સ્વ-સ્વરૂપ. આમ, અપરોક્ષાનુમૂર્તિ એટલે જ ‘સ્વ’ સ્વરૂપનો સાક્ષાત્કાર. સત્યના સંદર્ભ અને યથાર્થ અનુસંધાનમાં અનુભૂતિ માત્ર એક છે, જે કદી ક્યાંય આવ-જા કરતી નથી. પણ દરેક ઘટનાની પાછળ સાક્ષી તરીકે અસ્તિત્વમાં રહી દરેકને પ્રકાશિત કરે છે, દરેકનું જ્ઞાન કે ભાન કરાવે છે. આવી જે અનુભૂતિ છે તે નથી પ્રત્યક્ષ કે નથી પરોક્ષ; પણ છે માત્ર અપરોક્ષ. શ્રોતા, વક્તા બન્ને એકબીજા માટે પ્રત્યક્ષ છે પણ અચાનક વક્તા ઊઠી ચાલતો થાય, શ્રોતા બેસી રહે તો વક્તા માટે શ્રોતા પરોક્ષ થયો કહેવાય. પણ મારું સત્, ચિત્ આનંદ સ્વરૂપ મને પ્રત્યક્ષ મારી સામે દેખાય ! અગર “હું શુદ્ધ, બુદ્ધ, મુક્ત, નિત્ય આત્મા છું” તે જ્ઞાન કઇ રીતે પરોક્ષ થાય ? જેનાથી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેની પ્રતીતિ થાય, જે સર્વના સાક્ષી સમાન હાજરાહજૂર છે તે જ અનુભૂતિ છે. આવી અનુભૂતિ જ તત્ત્વદ્રષ્ટિ, અભયદ્રષ્ટિ, અભેદષ્ટિ, અખંડદ્રષ્ટિ કે અદ્વૈતદ્રષ્ટિ છે જે અપરોક્ષાનુભૂતિનું જ નામ છે. તેવી દ્રષ્ટિથી જીવ – બ્રહ્મ ઐક્ય પ્રાપ્ત થાય છે અને મોહ, શોક જીવનમાંથી સદાને માટે સમાપ્ત થાય છે.
તંત્ર જો મોહ : શો: ત્વમનુપયત: (ઈશોપનિષદ)