________________
સકલશાસ્ત્રોપનિષદ્દભૂત શ્રી નમસ્કાર-મહામંત્રાય નમ:
ઉપમિતિ ભવ પ્રપંચા થાસારોદ્ધારનું ગુજરાતી અવતરણ
ગ્રંથકારશ્રી દેવેન્દ્રસૂરિજીની પ્રસ્તાવના
મંગલાચરણ જે પરમાત્મા વિષય-વિકારોથી પર સ્વરૂપવાળા અને કામ-ક્રોધાદિ કર્મશત્રુઓના નાશથી મહાઆનંદદાયી સંપત્તિને પામેલા એવા પરમપુરૂષ પરમાત્માને નમસ્કાર થાઓ.
જે પરમતારક જિનેશ્વર પરમાત્માએ કેવળજ્ઞાનના અપૂર્વ પ્રકાશમાં સંપૂર્ણ લોકાલોકને નીહાળી રહેલા છે, વળી લેકના અગ્રભાગે રહેલી સિદ્ધશિલા ઉપર રહેલા છે, એવા સઘળાય સિદ્ધ ભગવંતેને હું નમસ્કાર કરૂં છું. છે જે શ્રી જિનેશ્વર પરમાત્માની વાણી ભૂત, ભવિષ્ય અને વર્તમાન રૂપ ત્રણકાળના પદાર્થોના સ્વરૂપને જણાવી શકે છે અને પ્રાણીના હૃદયમાં ઉત્પન્ન થતી શંકા કુશંકાના સમાધાન કરી શકે છે, તે દ્વાદશાંગી રૂપ શ્રી જિનેશ્વરદેવની પવિત્ર વાણીને મારા નમસ્કાર થાઓ. .